Bhavnagar,તા.07
બાવળીયારી નગાલાખા મંદિર નજીક આવેલી ધાર પાસે ટ્રેક્ટર પલટી ખાઈ જતા મધ્યપ્રદેશના વતની અને ટ્રેકટરમાં પાછળ બેસી પાણી ભરવા માટે જઈ રહેલા યુવાનનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ બાવળીયારી ગામે રહેતા અને ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ઝાડ લગાવવાની મજૂરી કામ કરતા કાળુ સખલસીગ ઠાકુર ( ઉ.વ ૪૬ ) પોતાના સાથી ભારત ઠાકુર સાથે ટ્રેક્ટર નંબર જીજે ૩૮ બીએચ ૯૯૮૦ લઈને વહેલી સવારના સમયે પાણી ભરવા માટે જતા હતા.તે દરમિયાન બાવળીયારી નગાલાખા મંદિર નજીક આવેલી ધાર પાસે ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.
અકસ્માત સર્જાતા પાછળ બેસેલ કાળુ સખલસીગ ઠાકુરને માથ તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના સંબંધી શુભમ રામસિંગ ઠાકુરએ ટ્રેક્ટર ચાલક ભારત ઠાકુર વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.