Morbi,તા.04
વાંકાનેર શહેરના રહેવાસી ૧૯ વર્ષીય યુવાનને પિતાએ ઠપકો આપતા અમરસર બસ સ્ટેન્ડ નજીક એસીડ પી લેતા યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરની રોયલ પાર્ક સોસાયટી શેરી નં ૦૩ માં રહેતા ક્રીશ દીપકભાઈ જાદવ (ઉ.વ.૧૯) નામના યુવાન કામ ધંધો ના કરતા હોય અને ખોટા રવાડે ચડી ગયો હતો જે સમયસર ઘરે આવતો ના હતો જેથી પિતાએ ઠપકો આપ્યો હતો જેથી મનોમન લાગી આવતા ક્રીશ જાદવે ગત તા. 03 ના રોજ અમરસર બસ સ્ટેન્ડ પાસે જાતે એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે