Jamnagar તા ૮
જામનગરમાં કોમલ નગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશ કિશોરભાઈ નામના ૩૮ વર્ષના બાવરી યુવાને પોતાને ગળાના ભાગે તેમજ ખંભા ના ભાગે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે અંબર ચોકડી પાસે રહેતા ઇસ્માઇલ ઉર્ફે ચાચુ સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી અને આરોપી વચ્ચે રેતી નો ઢગલો ખસેડવા બાબતે તકરાર થઈ હતી, અને આ હુમલો કરી દેવાતાં ઈજાગ્રસ્ત યુવાનને લોહી નિતરતી હાલતમાં જી.જી. હોસ્પિટલના સારવાર આપવી પડી છે. પોલીસે હુમલાખોર આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.