Morbi,તા.05
વાંકાનેર નેશનલ હાઈવે પરથી બાઈક લઈને ૩૬ વર્ષીય યુવાન જતો હતો ત્યારે આઈસર ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા બાઈકચાલકનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
થાનગઢના રહેવાસી હકાભાઇ મોતીભાઈ ઝાલાએ આયશર ટ્રક જીજે ૧૩ ડબલ્યુ ૦૬૦૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉ.વ.૩૬) વાળા પોતાનું બાઈક લઈને વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પરથી જતા હતા ત્યારે ભાયાતી જાંબુડિયા ગામના બોર્ડ પાસે પહોંચતા આયશર ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક સહીત યુવાન ફંગોળાઈ ગયો હતો જે અકસ્માતમાં રમેશભાઈ ઝાલાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે આયશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે