New Delhi તા.24
કર્ણાટકમાં રાજયના એક મંત્રી સહિત ન્યાયમૂર્તિઓ તેમજ સરકારી અધિકારીઓ અને નેતાઓને સંડોવતા હનીટ્રેપ મુદે આજે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે.
એક જનહિત અરજીમાં જણાવાયુ છે કે જે રીતે કર્ણાટકમાં સીડી અને પેનડ્રાઈવ મારફત આ પ્રકારના હનીટ્રેપની માહિતી જાહેર થઈ રહી છે તે દર્શાવે છે કે જબરુ કૌભાંડ ચાલી રહ્યુ છે અને તેથી જ તેની તપાસ જરૂરી છે. કોણ કોને બ્લેકમેલ કરી રહ્યું છે તે નિશ્ર્ચિત થવું જોઈએ અને આ માટે સીબીઆઈ તપાસનો આદેશ અદાલતે આપવો જોઈએ.