Jamnagar તા ૭
જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા તેમજ સેન્ટીંગ કામની મજૂરી કરતા વલીમભાઈ ઈસુબભાઈ શેખ નામના ૬૦ વર્ષના બુઝુર્ગ, કે જેઓ કનસુમરા નજીક જીઆઇડીસી વિસ્તારમાં એક કારખાનામાં સેન્ટીંગ કામની મજૂરી કરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતે તેઓનો પગ લપસી જતાં નીચે પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે હેમરેજ સહિતની ઇજાઓ થવાથી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ હનીભાઈશેખએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના એ.એસ.આઇ.એમ.એમ.જાડેજા સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.