Women’s Day : મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓએ રોકાણ વધાર્યું,

Share:

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) અને ક્રિસિલના તાજેતરના અહેવાલ મુજબ, પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનો હિસ્સો બમણો થયો છે.  કુલ વ્યક્તિગત રોકાણકાર એયુએમમાં મહિલાઓ હવે 33% હિસ્સો ધરાવે છે.  તેનો અર્થ એ કે દરેક રૂ.100 માંથી, રૂ.33 મહિલા રોકાણકારોના છે.  આ દર્શાવે છે કે તેઓ સંપત્તિ નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનું રોકાણ બમણું થયું છે.  માર્ચ 2024 સુધીમાં કુલ વ્યક્તિગત રોકાણકારોના એયુએમ હિસ્સામાં મહિલાઓનો હિસ્સો 33% હતો.  મહિલાઓ દ્વારા કુલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ 2019માં રૂ.4.59 લાખ કરોડથી વધીને  રૂ.11.25 લાખ કરોડ થવાનો અંદાજ છે.

મહિલાઓમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) રોકાણના પસંદગીના માધ્યમ તરીકે ઉભરી આવેલ છે.  2019 અને 2024 દરમિયાન મહિલાઓની સિપ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 319.3 % વધીને માર્ચ ૨૦૨૪ સુધીમાં કુલ સિપ એયુએમના 30.5% સુધી પહોંચી ગઈ.  આ વૃદ્ધિ દર્શાવે છે કે મહિલાઓ શિસ્ત અને લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ માટે સિપ વધુને વધુ અપનાવી રહી છે.

છેલ્લા પાંચ વર્ષમાં, મહિલાઓએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડને વધુ પ્રાધાન્ય આપ્યું છે.  2019માં ઇક્વિટી એયુએમમાં તેમનો હિસ્સો 43.3% હતો, જે વધીને 63.7% થવાની ધારણા છે.  આ જ સમયગાળા દરમિયાન, ડેટ ફંડ્સમાં તેમનું રોકાણ 22.7%થી ઘટીને 10.7% થયું છે.  આ દર્શાવે છે કે મહિલાઓ હવે વધુ વળતર આપતા રોકાણ વિકલ્પો તરફ આગળ વધી રહી છે.

2019 માં ઇન્ડેક્સ ફંડ્સ અને ઈટીએફમાં, મહિલાઓનો હિસ્સો 2.5% હતો, જે 2024માં વધીને 4.1% થયો છે.  રસપ્રદ વાત એ છે કે, મહિલાઓનું સોનાનું રોકાણ 5.2% થી ચાર ગણું વધીને 24.9% થયું છે, જે દર્શાવે છે કે મહિલાઓ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સોનાના રોકાણને વધુ પ્રાથમિકતા આપી રહી છે.

દેશના ટોચના 30 શહેરો હજુ પણ મહિલા રોકાણકારોના કુલ એયુએમમાં પ્રભુત્વ ધરાવે છે અને 74.8% ફાળો આપે છે, જ્યારે B30 શહેરો (ટોચના 30 સિવાયના શહેરો)માં મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી રહી છે.  2019 માં B30 શહેરોમાં મહિલા રોકાણકારોનો હિસ્સો 20.1% હતો, જે વધીને 25.2% થવાનો અંદાજ છે.  આ દર્શાવે છે કે નાના શહેરોમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સની પહોંચ સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, ભારતીય મહિલાઓના આર્થિક સશક્તિકરણનું એક નવું ચિત્ર ઉભરી રહ્યું છે.  હવે મહિલાઓ ફક્ત બચત કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં સતત રોકાણ વધારી રહી છે જેના પગલે મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ 5 વર્ષમાં બમણું થવા સાથે એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં તેમનો હિસ્સો 33% પહોંચ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *