New Delhi,તા.7
ટોટલ બેન્ક ખાતાના 39.2 ટકા બેન્ક ખાતા મહિલાઓ પાસે છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં આ પ્રમાણ 42.2 ટકા છે. એક સરકારી રિપોર્ટથી આ જાણકારી બહાર આવી છે. આંકડા અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલયે રવિવારે ભારતમાં મહિલા અને પુરુષ 2024: પસંદ કરેલ સૂચિત અને આંકડા શીર્ષકથી પોતાના પ્રકાશનના 26માં સંસ્કરણને બહાર પાડયું છે.
આ આંકડા વિભિન્ન મંત્રાલયો/વિભાગો/સંગઠનો પાસેથી મેળવાયા છે. મંત્રાલયના નિવેદન મુજબ રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, મહિલાઓ પાસે બધા બેન્ક ખાતાના 39.2 ટકા ભાગ છે, જયારે કુલ જમામાં તેમનું યોગદાન 39.7 ટકા છે. ગ્રામીણ ક્ષેત્રોમાં તેમની ભાગીદારી સૌથી વધુ છે, જયારે કુલ બેન્ક ખાતામાં તેમનો ભાગ 42.2 ટકા છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડીમેટ ખાતામાં વૃદ્ધિ થવી શેરબજારમાં કોની વધતી ભાગીદારીને દર્શાવે છે. 31 માર્ચ 2021થી 30 નવેમ્બર 2024 સુધી ડીમેટ ખાતાની કુલ સંખ્યા ચાર ગણાથી વધુ થઈને 3.32 કરોડથી વધીને 14.30 કરોડ થઈ ગઈ છે. પુરુષ ડિમેટ ખાતાધારકોની સંખ્યા સતત મહિલા ખાતાધારકોથી વધુ રહી છે, પરંતુ મહિલા ભાગીદારીમાં પણ વધારો જોવા મળ્યો છે.આ પ્રકાશન ભારતમાં લૈંગિક સિનારિયોનું એક વ્યાપક અવલોકન રજૂ કરે છે. જેમાં વસ્તી, શિક્ષણ, સ્વાસ્ત્ય, આર્થિક ભાગીદારી અને નિર્ણય જેવા મુખ્ય ક્ષેત્રોમાં પસંદગીના સૂચક અને આંકડા રજૂ કર્યા છે.