Morbi,તા.04
શહેરના હાઉસિંગ બોર્ડના ભાડાના મકાનમાં લાખોની રોકડ અને દાગીના સહીત ૧૩.૪૦ લાખની મત્તા ભૂલી ગયા હતા જે મકાન પાડવા માટે આપ્યા બાદ રોકડ અને દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવતા બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લખમણભાઈ કોઠીયા નવું રહેણાંક મકાન બનાવવા ભાડાના મકાનમાં રહેતા હતા અને ભાડાનું મકાન ખાલી કર્યું ત્યારે દાગીના અને રોકડ ભરેલ થેલો ભુલાઈ ગયો હતો જે મકાન પાડવા માટે મજુરોને આપ્યું હતું અને ભુલાઈ ગયેલ રોકડ અને દાગીના ભરેલ ૧૩.૪૦ લાખની મત્તાનો થેલો ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને કામ કરવા આવેલ મજૂરોની બાતમી મેળવી પૂછપરછ કરતા તેઓ મકાન પાડવા આવ્યા ત્યારે એક થેલો મળ્યો હતો જેમાં રોકડ રૂપિયા અને સોનાના દાગીના મળી આવતા ચોરી કર્યાની કબુલાત આપી હતી
જેથી એ ડીવીઝન પોલીસે આરોપીઓ રાકેશ વાગુભાઈ ભીલાભાઈ નીનામા અને મુકેશ વાગુભાઈ ભીલાભાઈ નીનામા રહે બંને મધ્યપ્રદેશ વાળાને ઝડપી લઈને ચોરી થયેલ સોનાના દાગીના કીમત રૂ ૧૦.૨૦ લાખ અને રોકડ રૂ ૩.૨૦ લાખ સહીત કુલ રૂ ૧૩.૪૦ લાખની મત્તા રીકવર કરી છે અન્ય એક મહિલા આરોપી જ્યોતિબેન રાકેશભાઈ વાગુભાઈ નીનામા રહે કંડલા બાયપાસ મૂળ રહે એમપી વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે