Bhavnagar,તા.12
ઝામરાળા ગામે રહેતા પતિ – પત્ની પુત્રના ઘરેથી પરત ઝામરાળા ગામે હતા હતા ત્યારે રોજિદ ગામ નજીક કરે અડફેટે લેતા બન્નેને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પત્નીનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદ તાલુકાના ઝામરાળા ગામે આવેલા મફતપરામાં રહેતા સાદુળભાઈ ભાટવિયા અને પત્ની સુશીલાબેન મોટરસાયક નંબર જીજે ૦૧ પીએ ૦૭૩૭ લઈને વિરમગામ પુત્રીના સાસરે ગયા હતા દરમિયાનમાં ત્યાંથી બાઇક પર ઝામરાળા આવવા માટે નીકળ્યા હતા. તેવામાં રોજીદ ગામ નજીક પહોચતા કાર નંબર જીજે ૩૮ બીઈ ૦૨૩૦ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા પતિ પત્નીને ઇજા થતા બંનેને સારવાર માટે બરવાળા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સુશીલાબેનનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર વિજયભાઈએ બરવાળા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.Bhavnagar:કાર અને બાઈક અથડાતાં પતિની નજર સામે પત્નીનું મોત