ટ્રમ્પ અને મસ્ક વારંવાર ભારતનું અપમાન કરી રહ્યા છે ત્યારે સરકાર કેમ ચૂપ છે,Congress

Share:

New Delhi,તા.૨૪

યુએસએઆઇડી ભંડોળ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે, કોંગ્રેસે સોમવારે દાવો કર્યો હતો કે કેન્દ્રીય નાણા મંત્રાલયે ૨૦૨૩-૨૪ માટેના તેના વાર્ષિક અહેવાલમાં ભાજપના જુઠ્ઠાણાને સંપૂર્ણપણે ખુલ્લા પાડી દીધા છે. તમને જણાવી દઈએ કે, નાણા મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે યુએસ એજન્સી હાલમાં ભારત સરકાર સાથે મળીને સાત પ્રોજેક્ટ્‌સ અમલમાં મૂકી રહી છે અને તેમાંથી કોઈને પણ મતદાનની ટકાવારી સાથે કોઈ લેવાદેવા નથી.

ભાજપે પણ કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા છે અને રાહુલ ગાંધી તેમજ પાર્ટી પર ભારતને નબળું પાડવા માટે વિદેશી શક્તિઓ સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો છે. નાણા મંત્રાલયના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે એજન્સીએ ૨૦૨૩-૨૪માં ૭૫૦ મિલિયનના સાત પ્રોજેક્ટ્‌સને ભંડોળ પૂરું પાડ્યું છે. નાણા મંત્રાલયના ૨૦૨૩-૨૪ વાર્ષિક અહેવાલ મુજબ, ’હાલમાં, ભારત સરકાર સાથે ભાગીદારીમાં યુએસએઆઇડી દ્વારા ૭૫૦ મિલિયન (આશરે) ના કુલ બજેટ સાથે સાત પ્રોજેક્ટ્‌સ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.’

આ અંગે કોંગ્રેસના મહાસચિવ અને સંદેશાવ્યવહારના પ્રભારી જયરામ રમેશે કહ્યું, ’કેન્દ્રીય નાણાં મંત્રાલયે પોતે જ વડા પ્રધાન અને તેમના જૂઠાણા બ્રિગેડના જૂઠાણાનો સંપૂર્ણ પર્દાફાશ કર્યો છે, જેમાં તેમના હોંશિયાર વિદેશ પ્રધાનનો પણ સમાવેશ થાય છે.’ નાણા મંત્રાલયના ૨૦૨૩-૨૪ વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે યુએસએઆઇડી હાલમાં ભારત સરકારના સહયોગથી લગભગ મિલિયનના સંયુક્ત બજેટ સાથે સાત પ્રોજેક્ટ્‌સ અમલમાં મૂકી રહ્યું છે.

જયરામ રમેશે કહ્યું, ’આમાંથી કોઈ પણ પ્રોજેક્ટનો મતદાન ટકાવારી વધારવા સાથે કોઈ સંબંધ નથી.’ આ બધા કેન્દ્ર સરકાર પાસે અને તેના દ્વારા છે. મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે, યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા સાત પ્રોજેક્ટ્‌સ હેઠળ કુલ ૯૭ મિલિયન યુએસ ડોલર (લગભગ રૂ. ૮૨૫ કરોડ) ની જવાબદારી લેવામાં આવી છે.

આ મહિનાની શરૂઆતમાં, એલોન મસ્કની આગેવાની હેઠળના ડીઓજી્રૂસરકારી કાર્યક્ષમતા વિભાગ) એ દાવો કર્યો હતો કે તેણે મતદાનની ટકાવારી વધારવા માટે ભારતને આપવામાં આવતી ૨૧ મિલિયન ડોલરની ગ્રાન્ટ રદ કરી છે. આ પછી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વારંવાર દાવો કર્યો હતો કે જો બિડેનના નેતૃત્વ હેઠળના અગાઉના વહીવટ હેઠળ યુએસએઆઇડીએ ભારતને મતદાન વધારવા માટે ૨૧ મિલિયનનું ભંડોળ પૂરું પાડ્યું હતું. જોકે, આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી ચિંતાજનક છે અને સરકાર તેની તપાસ કરી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *