અભિનેતા બાબિલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તેની આગામી ફિલ્મ લોગઆઉટની રિલીઝ માટે તૈયાર છે
Mumbai, તા.૧૬
બોલિવુડ અભિનેત્રી હુમા કુરૈશી હાલમાં મુંબઈમાં એક ઇવેન્ટમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તે ઈરફાન ખાનના દીકરા બાબિલ ખાન પર ભડકી જાય છે. તેમની વચ્ચેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં બાબિલ ખાન હુમાને કોઈની ફરિયાદ કરી રહ્યો છે. બાબિલ કહી રહ્યો છે કે, ‘તેણે મારો ફોન પણ ન ઉપાડ્યો’ જોકે, અભિનેત્રીએ જાહેરમાં વાતચીત ટાળવાનો પ્રયાસ કર્યો અને તેણે જવાબ આપ્યો કે, ‘પછી વાત કરીશુ’. જોકે, બાબિલનો સવાલ અહીં જ પૂરો ન થયો, તેણે ફરીથી પૂછ્યું, ‘તે મારા પર ગુસ્સે છે?’, પરંતુ હુમા ‘મને ખબર નથી’ એમ કહીને જતી રહી. ત્યારપછી હુમા શિખા તલસાનિયા સાથે વાત કરી રહી હતી કે, ‘મને એમ થાય છે કે હું તેને લાફો મારી દઉં.’જોકે, બાદમાં હુમા અને બાબિલે પાપારાઝી માટે એકબીજા સાથે પોઝ પણ આપ્યા, પરંતુ નેટીઝન્સે બંને વચ્ચે તણાવ અનુભવ્યો. એક યુઝરે લખ્યું કે, તમારે શીખવું જોઈએ કે, એક છોકરી અને મહિલા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? અન્ય એક યુઝરે લખ્યું કે, તે કરી શું રહ્યો છે? તે પરિપક્વ નથી. બાબિલના વર્કળન્ટની વાત કરીએ તો તે તેની આગામી ફિલ્મ લોગઆઉટની રિલીઝ માટે તૈયાર છે. આ એક મિસ્ટ્રી ડ્રામા છે. આ ફિલ્મમાં રસિકા દુગ્ગલ પણ છે. આ ફિલ્મ ૧૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજર્પર સ્ટ્રીમ થશે. હુમાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘મહારાની’વના આગામી સિઝનમાં જોવા મળશે. તેની પાસે ‘જોલી એલએલબી ૩’ પણ છે.