Mumbai,તા.૩૧
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ પછી મલાઈક અરોરાનું નામ અલગ-અલગ લોકો સાથે જોડાઈ રહ્યું છે. હવે આ યાદીમાં આઇપીએલના પૂર્વ ખેલાડીનું નામ પણ જોડાઈ રહ્યું છે, જેઓ પોતાના જમાનાના દિગ્ગજ ક્રિકેટર હતા.
મલાઈકા અરોરા રવિવારે આઇપીએલ ૨૦૨૫માં ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરતી જોવા મળી. હવે તમે કહેશો કે, એમાં નવું શું છે? બૉલીવુડ સેલેબ્સનું સ્ટેડિયમ પહોંચી ક્રિકેટ એન્જોય કરવું અથવા કોઈ ટીમને સપોર્ટ કરવામાં કોઈ નવી વાત નથી. પરંતુ મલાઈકા અરોરા એકલી ન હતી. એની સાથે રાજસ્થાન રોયલ્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ કુમાર સંગાકારા પણ હાજર હતા.
મલાઈકાને રાજસ્થાન રોયલ્સની જર્સીમાં ટીમના ડગઆઉટમાં જોઈ ઈન્ટરનેટ પર ચર્ચા ચાલુ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ પોત-પોતાની રીતે ડિકોટ કરી રહ્યા છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં હાજર મલાઈકાની તસ્વીર જયારે ટીવી પર દેખાઈ ગઈ તો એમના અને કુમાર સંગાકારાની ડેટિંગની ચર્ચા શરુ થઇ ગઈ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ મલાઈકા અરોરાનું નામ અલગ-અલગ લોકો સાથે જોડતું રહે છે. હવે વારો છે ભૂતપૂર્વ ક્રિકેટ સ્ટારનો. જો કે, શ્રીલંકાના દિગ્ગજ વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા પરણિત છે. તેની પત્નીનું નામ યેહાલી છે. બંનેના લગ્ન ૨૦૦૩માં થયા હતા અને આ કપલને બે બાળકો છે.
સંગાકારાની કારકિર્દીની વાત કરીએ તો, તે છેલ્લી ઘણી સીઝનથી રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડિરેક્ટર તેમજ મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યો હતો, પરંતુ રાહુલ દ્રવિડના આગમન બાદ તેને કોચિંગની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. શ્રીલંકાના દિગ્ગજ તેની આઈપીએલ કારકિર્દી દરમિયાન પંજાબ કિંગ્સ (અગાઉ કિંગ્સ ઈલેવન પંજાબ), ડેક્કન ચાર્જર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પણ રમ્યા છે.
અમને ખબર નથી કે મલાઈકા અરોરા અને કુમાર સંગાકારા ખરેખર ડેટિંગ કરી રહ્યા છે કે કેમ. પરંતુ એ વાત ચોક્કસ છે કે રાજસ્થાન રોયલ્સ ટીમ માટે મલાઈકા લકી ચાર્મ બની હતી કારણ કે ટીમને સતત બે હાર બાદ રવિવારે રાત્રે સિઝનની પ્રથમ જીત મળી હતી. કાર્યવાહક કેપ્ટન રિયાન પરાગની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને છ રનથી હરાવ્યું હતું.