જો તમે લેપટોપ પર વોટ્સએપ વેબનો ઉપયોગ કરો છો તો તમારે આજે જ સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે એક ભૂલથી તમને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ વાત એ છે કે આનાથી પ્રાઈવસીનું પણ ઉલ્લંઘન થાય છે. આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ આપવા જઈ રહ્યાં છીએ.
જેની મદદથી તમારાં માટે વોટ્સએપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ બની જાય છે. ઉપરાંત, કોઈ તમારી ખાનગી ચેટ્સ વાંચી પણ નહીં શકે. એટલે કે એકંદરે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થવા જઈ રહી છે.
વોટ્સએપ પ્રાઈવસી એક્સ્ટેંશન
વોટ્સએપ દ્વારા પ્રાઈવસી એક્સ્ટેંશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તમે ગુગલ ક્રોમ પર જઈને તેને ચાલું કરી શકો છો. આમાં તમે ચેટ્સ છુપાવી શકો છો. તેનો અર્થ એ કે કોઈ તમારી ચેટ જોઈ નહીં શકે. તમારે સીધાં કોન્ટેકટમાં જવું પડશે. અહીં ગયાં પછી તમે કોઈપણ ચેટ વાંચી શકો છો. વાસ્તવમાં, તે એવાં વપરાશકર્તાઓ માટે લાવવામાં આવ્યું છે જેઓ મોટાભાગે લેપટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરે છે.
આ રીતે ઓન કરી શકો
આ ફિચરને ઓન કરવા માટે તમારે અલગથી કંઈ કરવાની જરૂર નથી. આ વિકલ્પ ગુગલ દ્વારા જ આપવામાં આવ્યો છે. તમારે ગૂગલ પર જવું પડશે અને અહીં ગયાં પછી તમારે પ્રાઈવસી એક્સટેન્શન ઓપ્શનમાં જવું પડશે. અહીં ગયાં પછી તમે તેને ઇન્સ્ટોલ કરશો અને તમને ઘણાં વિકલ્પો દેખાશે. આમાં તમને એક વિકલ્પ પણ આપવામાં આવશે જેમાં તમે તમારી રીતે પસંદ કરી શકો છો કે તમે કેટલી ચેટ્સ છુપાવવા માંગો છો.
આ ફિચર શા માટે આવ્યું હતું ?
વાસ્તવમાં આ ફીચરનો હેતુ યુઝર્સને પ્રાઈવસી આપવાનો હતો. કારણ કે અગાઉ આવું થતું ન હતું. આ પહેલાં યુઝર્સ સ્ક્રીન પર વોટ્સએપ ઓપન કરતાની સાથે જ બધી ચેટ દેખાતી હતી. પરંતુ તેમાં ફેરફાર કરવાનાં ઉદ્દેશ્યથી આ ફિચર આવ્યું હતું. એકવાર તમે આ ફીચરને ઓન કરી લો તો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આમાં તમે સરળતાથી ફીચર્સનું સર્ચ કરી શકો છો અને ચેટ કરતી વખતે તમારી પ્રાઈવેટ ચેટ્સ વિશે કોઈને ખબર પડતી નથી.