વોટ્સએપ યુઝર્સ હવે હેલ્પ ટીમનો સીધો સંપર્ક કરી શકશે. રિપોર્ટ અનુસાર, એપના હેલ્પ સેક્શનમાં ‘ચેટ વિથ અસ’નો વિકલ્પ ઉપલબ્ધ હશે. તેનાં પર ક્લિક કર્યા બાદ યુઝર્સને એક મેસેજ મળશે.
જેમાં પૂછવામાં આવશે કે તેઓ શા માટે હેલ્પ ટીમનો સંપર્ક કરી રહ્યાં છે. જવાબ મળ્યાં પછી વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવશે. એ જ ચેટમાં એક ફોલો-અપ મેસેજ પ્રાપ્ત થશે.
એન્ડ્રોઇડ ફોનમાં સર્કલ ટુ સર્ચ સુવિધા અપડેટ કરવામાં આવી
એન્ડ્રોઇડ 15 પર આધારિત નથિંગ ઓએસ 3.0 અપડેટ રોલ આઉટ કરી રહ્યું છે. આ અપડેટમાં ગૂગલની સર્કલ ટુ સર્ચ ફીચરની સાથે અન્ય નવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. આ ફીચર નથિંગ સિરીઝના ત્રણ ફોન, નથિંગ ફોન 2, ફોન 2એ અને ફોન 2એ પ્લસમાં ઉપલબ્ધ હશે.
આ સુવિધા સાથે, તમે સ્ક્રીન પર દેખાતાં કોઈપણ ઉત્પાદન વિશે તેની આસપાસ વર્તુળ દોરીને તેને સર્ચ કરી શકો છો. વપરાશકર્તાઓને નવીનતમ સોફ્ટવેરનું સ્ટેબલ વર્ઝન મળશે. જ્યારે ફોન 2એ પ્લસના વપરાશકર્તાઓને નથિંગ ઓએસ 3.0 નું બીટા અપડેટ મળશે.
સ્માર્ટ રિંગ એક વખત ચાર્જ કર્યા પછી સાત દિવસ સુધી ચાલશે
એક જ વખત ચાર્જ કર્યા પછી સાત દિવસ ચાલી શકે તેવી સ્માર્ટ રિંગ ટૂંક સમયમાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર, સેમસંગ નવાં વર્ષમાં તેની ગેલેક્સી રિંગ 2 રજૂ કરશે. આશા છે કે તેનાં હેલ્થ સેન્સર્સ વધુ સારા હશે.
સેમસંગ 22 જાન્યુઆરીએ એક ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. નેક્સ્ટ જનરેશન રીંગ અને ગેલેક્સી એસ 25 સીરીઝ લોન્ચ કરવા સાથે, તે એઆર સ્માર્ટ ચશ્મા પણ રજૂ કરી શકે છે.