Uttarakhand,તા.05
સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને રાજાજી ટાઈગર રિઝર્વના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવા પર સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે અગાઉ જિમ કોર્બેટ ટાઈગર રિઝર્વમાંથી ગેરકાયદેસર વૃક્ષ કાપવાના આરોપમાં આ જ અધિકારીને પસ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડ હાઈકોર્ટે લગભગ બે વર્ષ પહેલા જિમ કોર્બેટ ટાઈગર રિઝર્વ અને રાજાજી નેશનલ પાર્કમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાની નોંધ લીધી હતી. ત્યારબાદ કોર્ટે આઈએફએસ અધિકારી રાહુલને કોર્બેટ ટાઈગર રિઝર્વના ડિરેક્ટર પદેથી હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.
માર્ચ 2024માં તેની તપાસ માટે એક સમિતિની રચના થઈ હતી
જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ગેરકાયદેસર વૃક્ષો કપાયા અને બાંધકામ બાબતે જાણ થતા માર્ચ 2024માં તેની તપાસ માટે એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં બુધવારે આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી, તે દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ, કેવી વિશ્વનાથન અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે કહ્યું કે, ‘આ કોઈ સામંતી યુગ નથી કે જેવુ રાજા બોલે તેવુ જ થાય. મુખ્યમંત્રીએ આ નિર્ણય પાછળ કોઈ તર્ક આપવો જોઈતો હતો, આમે એટલી આશા તો રાખીએ છીએ.’ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલને આ કેસમાં મુખ્યમંત્રીનું સોગંદનામું દાખલ કરવા કહ્યું
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘મુખ્યમંત્રી છો તો શું ગમે તે કરશો…’
વરિષ્ઠ વકીલ અને એમિકસ ક્યુરી પરમેશ્વરાએ ખંડપીઠને જણાવ્યું હતું કે સંબંધિત IAS અધિકારી સામે ચાર્જશીટ પહેલાથી જ દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘રાજાજી નેશનલ પાર્કમાં IFS અધિકારી રાહુલની પોસ્ટિંગ માટે સિવિલ સર્વિસિસ બોર્ડ દ્વારા કોઈ ભલામણ કરવામાં આવી નથી, તે એક રાજકીય પોસ્ટિંગ છે.’
તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘આ દેશમાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવા જેવો કોઈ સિદ્ધાંત છે કે નહીં! બંધારણીય હોદ્દા પર રહેલા લોકો જે ઈચ્છે તે કરી શકતા નથી. જ્યારે જનતા સમર્થનમાં ન હોય ત્યારે તેને ત્યાં તૈનાત ન કરવો જોઈએ. આમ છતાં તેઓ સીએમ છે, તો શું તેઓ કંઈ કરી શકે?’
સુપ્રીમે કહ્યું હતું કે, તમે મુખ્યમંત્રી છો તેનો મતલબ એ નથી કે તમે ઇચ્છો તેમ જ બધું થશે. ભ્રષ્ટાચારના આરોપી અધિકારીને સસ્પેન્ડ કરવાના બદલે તમે તેની બદલી કરી નાખી. અમે હવે મુખ્યમંત્રી પાસેથી જ સીધો જવાબ માગીશું.
સુપ્રીમ કોર્ટ અગાઉ પણ જિમ કોર્બેટ નેશનલ પાર્કના કોર વિસ્તારમાં ગેરકાયદે અને મનમાનીથી કરાયેલા દબાણ અને વૃક્ષો કાપવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને વન વિભાગના અધિકારીઓને ફટકાર લગાવી હતી. હવે જયારે રાજ્ય સરકારે આ મામલાના આરોપી આઈએફએસ અધિકારી રાહુલને રાજાજી નેશનલ પાર્કમાં ડાયરેક્ટરપદ સોંપ્યું છે ત્યારે સુપ્રીમે તેની નોંધ લીધી હી અને મુખ્યમંત્રીનો ઉધડો લીધો હતો.