આઇફોનમાં ’I’ નો અર્થ શું છે?

Share:

જો તમે આઈફોન યુઝર અથવા એપલ પ્રોડક્ટ્સના ચાહક છો, તો તમારે જાણવું જ જોઈએ કે એપલ તેની આઈફોન, આઈપેડ અને આઈમેક જેવી પ્રોડક્ટ્સમાં આઈ કેમ લખે છે. તેનો અર્થ શું થાય છે.

આ પ્રશ્ન તમારા મનમાં પણ આવ્યો જ હશે. ખરેખર, એપલ સિવાય, અન્ય તમામ કંપનીઓ તેમનાં હેન્ડસેટના નામ બદલતી રહે છે પરંતુ એપલ તેની દરેક પ્રોડક્ટના નામમાં શ કોમન રાખે છે. તે આવું કેમ કરે છે ? 

આ અંગે જુદા જુદા લોકોનાં જુદાં જુદાં મંતવ્યો છે. ફિલોસોફરો અલગ-અલગ સિદ્ધાંતો ટાંકે છે, જ્યારે કે જેઓ ટેક સાથે ભ્રમિત છે તેઓ અલગ અર્થ આપે છે. પરંતુ એપલનાં સ્વર્ગસ્થ સહ-સ્થાપક સ્ટીવ જોબ્સે 1998માં આઇમેક રજૂ કરતી વખતે તેમનાં ભાષણમાં તેનાં વિશે વાત કરી હતી.

આઇફોનમાં આઇનો અર્થ શું છે ?
તે સમયે, સ્ટીવ જોબ્સે સમજાવ્યું હતું કે શ મુખ્યત્વે ‘ઇન્ટરનેટ’ માટે છે, જે ડોટ-કોમ બૂમ દરમિયાન વેબના વધતાં પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે શ ના અર્થમાં ઈન્ડીવ્યુઝઅલ, ઈન્ફર્મેશન, ઈન્સ્ટ્રકટ અને ઈન્સ્પિરેશન જેવાં શબ્દોનો સમાવેશ થાય છે.

નવીનતમ તકનીકી વિકાસને ધ્યાનમાં રાખીને, એમ કહેવું ખોટું નહીં હોય કે સમય સાથે શ નો અર્થ બદલાયો છે. ખાસ કરીને જ્યારે આઇફોન 16 અને આઇઓએસ 18 ના પ્રકાશન સાથે, હવે ઈન્ટેલિજન્સનું પ્રતીક બની ગયું છું, જે એપલના ઉપકરણોમાં એઆઇનું પ્રદર્શન કરે છે.

એપલ ટૂંક સમયમાં જ તેનાં ઈનોવેટિવ પોર્ટફોલિયોને વધારીને ફોલ્ડેબલ ડિવાઈસ લોન્ચ કરી શકે છે. જો અફવાઓ પર વિશ્ર્વાસ કરવામાં આવે તો એપલ વર્ષ 2028માં ફોલ્ડેબલ આઈપેડ લોન્ચ કરી શકે છે. જ્યારે ફોલ્ડેબલ આઇફોન 2026 માં આવવાની ધારણા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *