એક મંદિરમાં સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી સુંદર દેખાવ ,સુંદર વસ્ત્ર, સુંદર મોરલી, મુકુટમાં મોર પંખ, સરસ મજાના આભૂષણ એકદમ મનમોહન મૂર્તિ મંદિરમાં ઘણા બધા લોકો દર્શન કરવા આવતા હતા ને જતા હતા. મેં ત્યાં ભક્તોની ભીડ જોઈ દરેક વ્યક્તિ હાથ જોડી ભગવાનની મૂર્તિ સામે જોઈ કંઈક ને કંઈક વિચાર કરતા હતા અને મનમાં કંઈક માંગતા હોય કંઈક ફરિયાદ કરતા હોય કંઈક કહેતા હોય એવું લાગ્યું. ભગવાનની મૂર્તિ એક જ હતી વ્યક્તિઓ અનેક હતા દરેક મૂર્તિની સામે જોઈ બે હાથ જોડી પોતાના નજરીયાથી ભગવાનને જોતા હતા કોઈ તેના અધૂરા સપના માંગતા હતા. કોઈ પોતાની ભૂલો સ્વીકારતા હતા. કોઈ મૂર્તિની સુંદરતા જોતા હતા. કોઈ એની લીલા ને યાદ કરી હશે છે કોઈ તેના રૂપને જોઈ હરખાય છે કોઈ એના મુરલીના મધુર અવાજનો અનુભવ કરે છે કોઈ મુકુટ પર શોભતું મોર પંખને જોવે છે કોઈ સુંદર વસ્ત્ર ને જોવે છે કોઈ તેની લીલાપર મોહિત છે તો કોઈ એના કપટથી ક્રોધિત છે કહેવાનો તાત્પર્ય કે ભગવાનની મૂર્તિ એક જ છે એના દર્શન કરનાર વ્યક્તિઓ અનેક છે અને બધાના વિચારો પણ અલગ અલગ છે જોવાનો નજરીઓ પણ અલગ અલગ છે બસ બધાની જોવાની વિચારવાની રીત અલગ છે ભગવાનને કોઈ ફરક નથી પડતો કે તમે શું જુઓ છો? શું વિચારો છો? એમના વિશે શું બોલો છો?એવી રીતે જ તમે શું છો? તમારું પૂર્ણ સ્વરૂપ તમે જાણો છો? કે હું શું છું? લોકો તમને અલગ અલગ નજરોથી જોવે છે તમારા વિશે વાતો કરે છે કહેવાનો તાત્પર્ય કે કોઈ ગમે તે તમારા વિશે બોલે એ સારું કે ખરાબ પણ તમે તમારું પૂર્ણ સ્વરૂપ તમે જાણો .કે હું શું છું? કોઈ વ્યક્તિ આપણા વિશે ખરાબ બોલે કે સારું બોલે એના પર વધારે ધ્યાન ન આપતા સ્વયમને ઓળખો લોકો શું વિચારે છે એના પર ધ્યાન ન આપો. તમારી બુરાઈ એ જ લોકો કરશે જે તમને ઓવરટેક નથી કરી શકતા જે તમારી સફળતાથી જલે છે કોઈ આપડી બુરાઈ કરે કોઈ સારું બોલે તો ખુશી અનુભવીએ અને ખરાબ બોલે તો દુઃખી થઈ જઈએ મતલબ તમારી જીવનની ડોર તમે લોકોના હાથમાં આપેલ છે લોકોના હાથમાં તમારું રીમોટ કંટ્રોલ ન હોવું જોઈએ તમે તમારી જાતને એવી રીતે તૈયાર કરો .દરેક મુશ્કેલીઓનો સામનો કરવો જીવનમાં ખુદ પર સંયમ હોવો જરૂરી છે મુશ્કેલી આવવી એ પોતાના ગ્રોથ માટે સારી વાત છે જો જીવન સરળ હશે તો જિંદગીથી શીખીશું શું?
પહેલા એ જાણો કે તમારી અંદર અને બહાર શું છે ?સદગુઋજી એ એક સરસ મજાની વાત કહી છે કે તમે તમારી અંદર કેવી રીતે જશો? તમે કોઈ હોલમાં આવી શકો છો કે બહાર જઈ શકો છો પણ તમે તમારી અંદર કેવી રીતે જશો ઉ.દા તરીકે રાત્રે રોજ સુતા પહેલા જે પણ તમે નથી તેને બાજુમાં મૂકી દો એ તમારા માટે ખૂબ જ કીમતી હોય તો પણ બાજુમાં મૂકીદો દા.ત(1) મારું ઘર.. શું તમે ઘર છો? ના તો એ બાજુમાં મૂકી દો (2) તમારી પત્ની કે તમારા પતિ એ તમે છો?.. ના તો એ પણ બાજુમાં મૂકી દો (3) તમારા બાળકો.. શું એ તમે છો?. ના..(4) એવી રીતે તમારી દરેક વસ્તુ ,કપડા ,શૃંગાર ..એ તમે છો?.. શરીર જે તમે પહેરો છો એ તમે છો?. નથી કોઈપણ વિચાર ભાવના એ તમે છો? ના એ તમે નથી? જે પણ તમે નથી એને બાજુમાં મૂકી દો ભૌતિક રૂપથી નહિ પણ દિમાગથી એ કરી જુઓ .બધું જ બાજુમાં મૂકી દો જોવો બધું તમે સાઈડ પર મૂકી દેશો જે તમે નથી તો એ ત્યાં જ હશે. આપણી પાસે એવા ઘણા વિચાર છે જે આપણે અનુભવ્યા નથી. આ એક મોટી સમસ્યા છે દરરોજ આનો અભ્યાસ કરો .એક દિવસ તમને સફળતા મળશે. મારું હોવાનો અહંકાર છે બંધન ,મોહ માયા છે વાસ્તવમાં તમારું છે જ નહીં.
એક વ્યક્તિને પૂછવામાં આવ્યું શું દુર છે મુંબઈ કે ચાંદ? એ વ્યક્તિએ જવાબ આપ્યો મુંબઈ દૂર છે પેલા વ્યક્તિએ આશ્ચર્યથી પૂછ્યું કેવી રીતે? એ વ્યક્તિએ જવાબ આપ્યો હું મુંબઈને જોઈ નથી શકતો ચાંદ ને જોઈ શકું છું એટલે એ નજીક છે મારા માટે. તાત્પર્ય આપણે આપણા સૌથી નજીક છીએ આપણા જીવન પર ધ્યાન આપવું બીજા નું ધ્યાન આપણા જીવન પર કેન્દ્રિત કરવાનો પ્રયત્ન ન કરવો પોતાના જીવન વિશે ઘણી વખતે તમે બીજાને પૂછો છો. ને તમારા વિશે કોઈ તમને પૂછે તો તમારી પાસે લિમિટેડ શબ્દો હશે . પણ જો તમને બીજાના વિશે પૂછવામાં આવે તો તમે ઘણું બધું એના વિશે કહો છો.તમે તમારા વિશે ઘણું બધું નથી જાણતા અને તમે તમારા વિશે નથી જાણતા એ મોટી સમસ્યા નથી પણ બીજા વ્યક્તિઓ વિશે વધારે જાણો છો એ મોટી સમસ્યા છે એટલે પહેલા પોતાની જાતને અરીસામાં જુઓ પોતાની જાતને જાણો જુઓ સમજો સ્વીકારો સત્ય એ જ છે આંખ ખોલીને જીવનને જોવું જીવન બહુ સરળ ચીજ છે દૂર નથી નજીક નથી જે છે એ તમારી પાસે જ છે .
ક્યારેક એકલા તમારી આજુબાજુ માં રસ્તા પર કે છત પર ઉભા રહી જુઓ આજુબાજુની ચાલતી ક્રિયાઓને કે શું ચાલી રહ્યું છે? લોકો તમને દેખાય છે એ બધા તમને સુખી જ દેખાય છે? એ સવારથી સાંજ પોતાના કાર્યોમાં વ્યસ્ત છે એ લોકો કરે છે એ જ તમારે નથી કરવાનું પણ તમે કંઈક નવું જાણવાનો પ્રયત્ન કરો લોકો જે કરે છે એ જ તમારે કરવું લોકો તહેવારો ઉજવે છે એટલે તમે પણ ઉજવો છો પણ કેમ ઉજવો છો? શા માટે? ક્યારેક પૂછો પોતાની જાતને કોઈ નવા વિચારધારાથીજીવનને સમજવાનો પ્રયત્ન કરવો જીવનનો દરેક પળ કંઈક શીખવે છેસૌપ્રથમ સ્વને જાણવાનો ઓળખવાનો સમજવાનો પ્રયત્ન કરવો અને જીવનની મજા માણવી.
લોકોના શબ્દો કે વ્યવહારનો આપણા જીવનમાં કોઈ પ્રભાવ ન પડવો જોઈએ ખરાબ કે સારા .માનીલો કે તમે સિંહ જોયો જો સિંહને તમે નહીં ખાઓ તો એ પણ તમને નહીં થાય? એ તો તમને ખાઈ જશે ને તમે બીજાની બુરાઈ નહીં કરો તો એ પણ તમારી બુરાઈ નહીં કરે એવા બ્રહ્મ માં ન જીવવું એ તો કરશે જ જિંદગી બદલવી છે તો પોતાના પર ધ્યાન આપો.
લેખિકા :- દર્શના પટેલ (નેશનલ એથ્લેટ )અમદાવાદ