New Delhi,તા.4
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ દેશના વિકાસ માટે સ્થિર નીતિઓ અને સારા વ્યાપારી માહોલ મહત્વનો છે. અમે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સુધારો કરી 40 હજારથી વધુ નિયમો હટાવ્યા, એક સરળ આવકવેરા સિસ્ટમ પણ શરૂ કરી છે. હવે એમ જન વિશ્વાબિલ 2.0 પર કામ કરી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ આજે એમએસએમઈ પર પોસ્ટ બજેટ વેબિનાર સંબોધન કયુર્ં હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ બજેટ અમારી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ હતું.
આ બજેટની સૌથી ખાસ વાત રહી – અપેક્ષીઓથી વધુ ડિલીવરી ઘણા એવા સેકટર્સ છે જયાં એકસપર્ટર્સે પણ જેટલી આશા રાખી હતી, એથી વધુ પગલા સરકારે ઉઠાવ્યા હતા.
આજે દરેક દેશ ભારત સાથે પોતાની ઈકોનોમિક પાર્ટનરશિપને મજબૂત કરવા માગે છે. આપણા મેન્યુફેકચરીંગ સેકટરે આ પાર્ટનરશિપનો વધુને વધુ લાભ મેળવવા આગળ આવવું જોઈએ.