Surendranagar,તા.01
સુરેન્દ્રનગર જિલ્લામાં મહાનગરપાલિકાના વહીવટથી વોર્ડ નં.૩ના ઓમનગરના રહિશો ત્રાહિમામ પોકારી ગયાછે. ઓમનગર સહિતના વિસ્તારમાં અનિયમિત અને ફોર્સથી પાણી નહીં આવતા સ્વખર્ચે ટેન્કર મગાવું પડતા નાગરિકો આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે વિસ્તારની મહિલાઓએ મનપા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી નિયમિત અને પુરતા ફોર્સથી પાણી આપવાની માંગ પણ કરી હતી.
પીવાનું પાણી અનિયમીત અને પુરતા ફોર્સથી આવતું નથી જેના કારણે સ્વખર્ચે ટેન્કર મંગાવું પડે છે. પાણી વિતરણનો ચોક્કસ સમય પણ નહીંં હોવાથી મહિલાઓને ઘરના કામ છોડી પાણીની રાહ જોવી પડે છે. આ વિસ્તારમાં મયમ તેમજ શ્રમજીવી વર્ગના લોકો રહે છે જેના કારણે બહારથી વેચાતું પાણી લાવવા માટે પણ આર્થિક સક્ષમ નથી આથી મનપા તંત્ર દ્વારા પીવાના પાણીની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવે અને પુરતા ફોર્સથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે સ્થાનીક મહિલાઓ અને રહિશોએ મ્યુનીસીપલ કમીશ્નરને લેખીત રજુઆત કરી હતી.