મને ૫૦-૬૦ના દાયકાના એક્ટર બનવાની ઇચ્છા છેઃAnanya Panday

Share:

Mumbai, તા.૪

અનન્યા પાંડેએ ૨૦૧૯માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ સાથે પોતાની શરૂઆત કરી હતી, ત્યારથી તેણે માસાલા ફિલ્મ્સથી લઇને ‘ગહેરાઇયાં’ પછી ‘જસ્ટ કોલ મી બૅ’ અને ‘સીટીઆરએલ’ જેવી ઓટીટી ફિલ્મ અને સિરીઝમાં યાદગાર રોલ કર્યા છે. તાજેતરમાં વોગ દ્વારા તેનું એક અલગ પ્રકારનું ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું હતું. જેમાં અનન્યાનાં નજીકના લોકોએ અનન્યાને પ્રશ્નો પૂછ્યા હતા. તેમાં શનાયા કપૂર, મહિપ કપૂર, ચંકી પાંડે, સુહાના ખાન, શકુન બત્રા, અમિત અગ્રવાલ, રાઇસા પાંડે અને નવ્યા નંદા સહિતના લોકોએ તેને પ્રશ્નો પૂછ્યા હતા. શનાયા કપૂરના પ્રશ્નના જવાબમાં અનન્યાએ કહ્યું,“મને એવી ઘણી નાની નાની ક્ષણો મળી છે, જ્યારે મને લાગ્યું હોય તે મેં હવે કરી બતાવ્યું, પરંતુ એવો કોઈ મોટો પ્રસંગ બન્યો નથી કારણ કે હું સંતોષ માનીને બેસી જવા માગતી નથી. સ્કૂલમાં પણ હું મહેનતુ હતી અને હંમેશા પહેલી બેંચ પર બેસતી અને ટીચર્સને ગમતી વિદ્યાર્થીની હતી –  તું અને સુહાના તો જાણો જ છો. પરંતુ એમાં બીજાને હરાવવાની ભાવના ઓછી અને પહેલાં કરતાં વધુ સારું કામ કરવાની ભાવના વધુ રહેતી. જ્યારે મેં પહેલી ફિલ્મ કરી ત્યારે કે પછી મને પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો ત્યારે મને લાગેલું કે, “મેં કશુંક મેળવી લીધું.” પરંતુ હંમેશા આગળ શું કરવું એ વિચાર રહ્યો છે. હું ખરેખર નથી ઇચ્છતી કે મને ક્યારેય એવો વિચાર આવે કે મેં હવે કશુંક મેળવી લીધું છે.”આ ઇન્ટરવ્યુમાં કોલિન ડી’ કુન્હાએ તેને કેવું પાત્ર ભજવવાની ઇચ્છા છે, એવું પૂછ્યું હતું. જેના જવાબમાં અન્નયાએ કહ્યું કે તેને ‘કબી ખુશી કભી ગમ’ની પૂ, ‘જબ વી મેટ’ની ગીત તેના દિલથી નજીક છે. તેને આ ફિલ્મોમાં કરેલાં કરીના રોલનો એક ટકા રોલ પણ કરવા મળે તો મજા પડશે. આ સિવાય તેને કરીનાનો  ‘ચમેલી’નો રોલ અને કોંકણા સેન શર્માનો ‘લક બાય ચાન્સ’ અને ‘યે જવાની હે દિવાની’નો દીપિકાનો રોલ બહુ ગમે છે. જ્યારે શકુન બત્રા દ્વારા પોતાના ડ્રિમ રોલ વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અનન્યાએ કહ્યું, “મને કોઈ બાઓપિકમાં કામ કરવું ગમશે. મને નથી લાગતું હું ક્યારેય આવું કરી શકીશ કે નહીં પણ મને જૂના જમાનાના કલાકારોના જેમકે ૫૦-૬૦ના દાયકામાં મધુબાલા, મીના કુમારી અને વહીદા રહેમાન જેવા રોલ કરવા બુ જ ગમશે.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *