Morbi,તા.11
વાંકાનેર સીટી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી આશરે ૨.૯૪ લાખની કિમતના ૧૧ ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપ્યા હતા
નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા અને વાંકાનેર સીટી પીઆઈ એચ એ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ દલસાણીયાએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી અરજદારોના ખોવાયેલા ૧૧ મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મળી છે એપલ કંપનીનો આઈ ફોન, વન પ્લસ, વિવો, સેમસંગ, ઓપ્પો સહિતની કંપનીના ૨,૯૪,૬૮૮ ની કિમતના ૧૧ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિને સાર્થક કરી હતી