Morbi,તા.31
શહેરની ધર્મનગર સોસાયટીમાં રહેતા યુવાનના ઘર પાસે બુલેટ પાર્ક કર્યું હતું જે બુલેટ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરના પંચાસર રોડ પર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા આકાશ લઘુભાઈ શેટાણીયા (ઉ.વ.૨૮) નામના યુવાને અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ ના રાત્રીના બેએક વાગ્યાથી સવારના સાતેક વાગ્યાના અરસામાં ફરિયાદીનું બુલેટ જીજે ૩૬ પી ૫૦૩૧ કીમત રૂ ૫૦ હજાર વાળું ઘરના દરવાજા પાસે રાખ્યું હતું જે બુલેટ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે