Wankanerના રાજાવડલા ગામે અગાઉની બોલાચાલી માલમે બે જૂથ બાખડ્યા, સામસામી ફરિયાદ

Share:

Morbi,તા.31

રાજાવડલા ગામે એક વર્ષ પૂર્વે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી બે જૂથ બાખડી પડ્યા હતા સામસામે પાઈપ અને સળિયા સહિતના હથિયારો વડે મારામારી કરી બંને પક્ષે ઈજા પહોંચાડી હતી જે મારામારી મામલે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

            વાંકાનેરના નવા રાજાવડલા ગામે રહેતા રોહિત રાજેશભાઈ છત્રોટીયાએ આરોપીઓ અવિનાશ બેચર દેત્રોજા, નવઘણ બેચર દેત્રોજા, શ્યામજી વિનોદ દેત્રોજા અને ચેતન બેચર દેત્રોજા રહે બધા જુના રાજાવડલા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રોહિતને આરોપી નવઘણ સાથે એકાદ વર્ષ પૂર્વે બોલાચાલી થઇ હતી અને રોહિત પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે રાજાવડલા ગામના ઝાપા પસે આરોપી ચાલીને જતા હતા જેનો હાથ અડી જતા બોલાચાલી થઇ હતી બાદમાં આરોપીઓએ ફરિયાદી રોહિતને ગાળો આપી તેના પિતા રાજેશભાઈને લોખંડ પાઈપ વડે માથાના ભાગે મારી ઈજા કરી કાકા રમેશભાઈને પાઈપ વડે ઈજા કરી હતી અને રોહિતને પગમાં ઈજા કરી હતી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

            જયારે સામાપક્ષે શ્યામજી વિનોદભાઈ દેત્રોજાએ આરોપીઓ રોહિત રાજેશભાઈ છત્રોટીયા, રાજેશભાઈ માનસિંગભાઈ છત્રોટીયા, રમેશ ઉર્ફે કુકો માનસિંગભાઈ છત્રોટીયા અને રોનક રાજેશભાઈ છત્રોટીયા રહે બધા રાજાવડલા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે એકાદ વર્ષ પૂર્વે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી તા. ૨૯ ના રોજ ફરિયાદી સાથે બોલાચાલી કરી રાજેશભાઈએ અવિનાશને માથામાં લોખંડ પાઈપ વડે મારી ઈજા કરી રમેશ નામના આરોપીએ નવઘણને લોખંડ પાઈપ વડે માથામાં મારી તેમજ લાકડાના ધોકા વડે ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *