New Delhi,તા,04
સુપ્રીમ કોર્ટે એક ફેસલામાં જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને માત્ર તેની શારીરિક અક્ષમતાના કારણે જયુડીશ્યલ સર્વીસની ભરતીથી વંચિત ન કરી શકાય.કોર્ટે કહ્યું હતું કે દિવ્યાંગ લોકો સાથે ન્યાયિક સેવાની પરીક્ષાઓમાં ભેદભાવ ન થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ સાથે જ મધ્યપ્રદેશ ન્યાયિક સેવા નિગમોની એ જોગવાઈને રદ કરી દીધી. જે દ્દષ્ટિબાધિત અને ઓછી દ્દષ્ટિવાળા ઉમેદવારોને ન્યાયિક સેવાથી વંચિત કરતા હતા.