Virat Kohli and Anushka લંડન શિફ્ટ થઈ રહ્યા છે!

Share:

વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો વામિકા અને અકાય સાથે લંડનમાં સમય વિતાવી રહ્યો છે

Mumbai, તા.૨૫

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, જેને ‘વિરુસ્કા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બોલિવૂડ અને ક્રિકેટના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. તાજેતરમાં, લંડન શિફ્ટ થવાની અફવાઓ વચ્ચે, સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તાજી તસવીરો સામે આવી છે, જેમાં બંને એકબીજાની બાહોમાં જોવા મળે છે ટી૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો વામિકા અને અકાય સાથે લંડનમાં સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન અફવાઓ વહેતી થઈ હતી કે તે લંડન શિફ્ટ થઈ રહ્યો છે. જો કે આ અંગે તેમણે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.તાજેતરમાં સામે આવેલી તસ્વીરોમાં અનુષ્કા અને વિરાટ એકબીજા સાથે કોઝી જોવા મળી રહ્યા છે. તસવીરમાં અનુષ્કાએ ફ્લોરલ ગાઉન પહેર્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે, વિરાટે સફેદ ટી-શર્ટ, બેજ શોટ્‌ર્સ અને બેજ કેપ પહેરી છે. આ તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયા પર પ્રેમ વરસાવી રહ્યા છે.વિરુષ્કાની આ સુંદર તસવીરો પર ચાહકોએ દિલથી પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, “રાજા અને રાણી,” જ્યારે બીજાએ કહ્યું, “અનુષ્કા પહેલા કરતા વધુ સુંદર બની ગઈ છે.”થોડા દિવસો પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વિરાટ કોહલી પુત્ર અકાયને ખોળામાં પકડતો જોવા મળ્યો હતો, જ્યારે અનુષ્કા ફૂલની દુકાન પાસે ઉભી હતી. આ પહેલા અનુષ્કાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કૃષ્ણ દાસના કીર્તનમાં વિરાટ સાથે જોડાવાની તસવીરો પણ શેર કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *