Vicky Kaushal and Kabir Khan સાથે ફિલ્મ કરશે

Share:

લક્ષ્મણ ઉટેકરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેઓ પહેલાં ૨૦૨૧માં ‘મિમિ’, ૨૦૧૯માં ‘લૂકા છુપી જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે

Mumbai, તા.૩

હાલ તો વિકી કૌશલ તેની આવનારી ફિલ્મ ‘છાવા’ની રિલીઝની તૈયારીમાં છે, જે ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે, તે કબીર ખાનની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જોકે, આ અંગે હજુ સુધી કબીર ખાન કે વિકી કોઈ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.  આ અહેવાલો મુજબ, “કબીર ખાન અને કેટરિના કૈફ ઘણા જુના મિત્રો છે. જ્યારથી કેટરિના અને વિકી એકબીજા સાથે જોડાયા ત્યારથી કબીર વિકીનો મિત્ર અને મેન્ટર રહ્યો છે. ત્યારે આટલા લાંબા સમય પછી હવે તેમને એક એવો પ્રોજેક્ટ મળ્યો છે, જેમાં તેઓ બંને એકસાથે કામ કરી શકે. જોકે, હજુ આ અંગે કશું નક્કી થયું નથી પરંતુ નક્કી જ સમજી શકાય.”તાજેતરમાં જ વિકીની છાવાનું ટ્રેલર લોંચ થયું છે. મરાઠા અને મુગલ વચ્ચેની લડતની કહાણીને ઘણો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. લક્ષ્મણ ઉટેકરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેઓ પહેલાં ૨૦૨૧માં ‘મિમિ’, ૨૦૧૯માં ‘લૂકા છુપી જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.  જ્યારે કબીર ખાન અને કાર્તિક આર્યનની ‘ચંદુ ચેમ્પિયન’માટે કબીરે કાર્તિક પાસે કેટલી મહેનત કરાવી હતી તે તો જાણીતું જ છે, તેણે સાચા ખેલાડીઓ અને કોચ પાસે તાલીમ લેવડાવી હતી. સામે વિકી કૌશલ તો જે વ્યક્તિનું પાત્ર ભજવે તે કેટલું આબેહૂબ હોય છે, તે આ પહેલાં શામ માણેક શો અને સરદાર ઉધમ સિંહમાં સાબિત થઈ ચૂક્યું છે. તો હવે કબીર ખાન વિકી કૌશલ સામે કેવા નવા પડકારો લઇને આવે છે, તે જોવાનું રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *