કોર્ટમાં કેસ ચાલતો હોવાના ખાર રાખી માથામાં અને પગમાં પાઈપ ઝીંકાયા
Vichhiyaતા.28
વિછીયા પોલીસ સ્ટેશન આવેલ ઢેઢુકી ગામે કોર્ટમાં કેસ ચાલતા હોવાને લઈ જૂના મન દુખે મારામારીનો બનાવ બન્યો છે.આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગત મુજબ વિછીયા તાબાના ઢેઢુકી ગામે રહેતા પ્રેમજીભાઈ વાઘાણએ ગામના સતિષભાઈ સોમાભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૫ ૪ ના રોજ બપોરે દોઢક વાગ્યાની આસપાસ પોતે ઢેઢુકી ગામે પોતાની દુકાને સુતા હતા ત્યારે સતિષભાઈ સોમાભાઈ ગોહિલે આવી વિના કારણે ગાળો બાંધવાનું શરૂ કરતા ગાળો આપવાની ના પાડતા સતીશ ગોહિલે ફરિયાદીને લોખંડના પાઇપથી માથાના અને કાનના ભાગે અને ડાબા પગ અને કમર ઉપર પાઈપ ફટકારી દેતા ઇજા થઈ હતી અને લોહી લુહાર હાલતમાં પ્રેમજીભાઇ હકાભાઇ ગોબરભાઇ ને ફોન કરી બોલાવતા બંને સાથે મળી પ્રેમજીભાઈ ને અરવિંદભાઈ ની ઇકો ગાડીમાં દવાખાને સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા પાંચ વર્ષ પહેલા કોર્ટમાં ચાલતા કેસ ના થયેલીમારામારી ની ફરિયાદીને લઈને વીંછીયાના ઇન્ચાર્જ પીઆઇ ટીબીજાની એ તપાસ હાથ ધરી છે