ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને દિલ્હીના એઈમ્સમાંથી રજા આપવામાં આવી

Share:

New Delhi,તા.૧૨

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. દિલ્હી એઈમ્સે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. દિલ્હી એઈમ્સે કહ્યું, ’ઉપપ્રમુખ જગદીપ ધનખરને એઈમ્સ દિલ્હીમાંથી રજા આપવામાં આવી છે.’ હૃદય સંબંધિત બીમારીઓને કારણે તેમને ૯ માર્ચે છૈૈંંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલતમાં સંતોષકારક સુધારો થયો છે. તેમને આગામી થોડા દિવસો માટે પૂરતો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને રવિવારે વહેલી સવારે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને રવિવારે સવારે ૨ વાગ્યાની આસપાસ બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એમ્સમાં લાવવામાં આવ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિની સારવાર એઈમ્સ કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી. તેમને એઈમ્સના ક્રિટિકલ કેર યુનિટમાં રાખવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ચેકઅપ અને પરીક્ષણો કરવામાં આવી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું એઈમ્સ ગયો હતો અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરજીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

જણાવી દઈએ કે જગદીપ ધનખડે ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ભારતના ૧૪મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમનો જન્મ ૧૮ જુલાઈ ૧૯૫૧ના રોજ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના કાલીબંગામાં થયો હતો. તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે પંજાબ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું અને બાદમાં કાયદાની ડિગ્રી મેળવી. તેઓ એક વકીલ અને સામાજિક કાર્યકર પણ છે. આ ઉપરાંત, તેઓ ઘણા વર્ષોથી ભારતીય સંસદના સભ્ય પણ રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *