Jamnagar,તા.04
જામનગર શહેર, લાલપુર અને જામજોધપુરમાં વાહન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને બે મોટરસાયકલ તેમજ એક ટ્રેક્ટરની ટ્રોલી ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાછળ રહેતા વિજયભાઈ રમેશભાઈ સોમેશ્વરા નામના યુવાને જોલી બંગલા પાસે એક ટ્રાવેલ્સની ઓફિસ નજીક પાર્ક કરેલું પોતાનો મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતા અને એપ્રેન્ટિસ તરીકે અભ્યાસ કરતા અયુબભાઈ ગુલમામદભાઈ વાંઢા નામના 20 વર્ષના વિદ્યાર્થી યુવાને લાલપુરના એસ.ટી. બસ સ્ટેન્ડ ની બાજુમાં પાર્ક કરેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી છે.જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ ચંદુભાઈ કણસાગરા નામના ખેડૂતે પોતાના ઘર પાસે ખુલ્લા પ્લોટ માં રાખેલા ટ્રેક્ટરની ટ્રોલી ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.