New Delhi,તા.29
વરુણ ટી-20 મેચમાં એકથી વધુ વખત પાંચ કે તેથી વધુ વિકેટો લેનાર ભારતનો ત્રીજો ખેલાડી બન્યો છે. તેણે આર્ચરને ગુગલી પર આઉટ કરીને બીજી વખત આ સિધ્ધિ હાંસલ કરી છે.
અગાઉ તેને નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે 17 રને પાંચ વિકેટ લીધી હતી, જે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે હવે ભુવનેશ્વર કુમાર અને કુલદીપના ક્લબમાં જોડાયો છે.
વરુણ ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની શ્રેણીમાં દસ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તેણે 7.08 ઈકોનોમી સાથે દસ વિકેટો લીધી છે.