Vadodara,તા.01
વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલમાં ડ્રાઇવરોને ફરજ પર લેવા માટે ધો.10નો નવો નિયમ દાખલ કરતા વર્ષોથી વ્હીકલ પુલમાં નોકરી કરતા ડ્રાઇવરોમાં રોષ સહિત નારાજગી વ્યાપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા વર્ષ 2025થી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં હવેથી જે ડ્રાઇવરો ધો.12 પાસ હશે તેમને જ વ્હીકલ પુલમાં કોર્પોરેશન દ્વારા ડ્રાઇવર તરીકે ડ્રાઇવિંગ કરી શકશે. આ અંગેની જાણ થતા જ વર્ષોથી વ્હીકલ પુલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા અનેક ડ્રાઇવરોમાં રોષ વ્યાપ્યો છે. છેલ્લા 10-20 વર્ષથી કે પછી બે દાયકા ઉપરાંતના વખતથી નોકરી કરનાર ડ્રાઇવરોએ પાલિકા દ્વારા જાહેર કરાયેલા આ નવા ફતવા અંગે રોષ સહિત નારાજગી વ્યક્ત કરી હતી. જોકે આ અંગે આગામી દિવસોમાં ડ્રાઇવરો દ્વારા આંદોલન અંગે કોઈ પગલું ભરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.