Vadodara કોર્પોરેશનના અંદાજપત્રમાં વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ માટે વિવિધ કામો રજૂ થયા

Share:

Vadodara,તા.29

વડોદરા કોર્પોરેશનના અંદાજપત્રમાં વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણના વિવિધ કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં નદી-તળાવો ઊંડા કરવા, આજવા, પ્રતાપપુરા સરોવરના ડ્રેજિંગની કામગીરી, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, દેણા, ભણીયારા, સુખલીપુરા, કોટંબી ખાતે બફર લેક બનાવવાનું આયોજન, ભુખી કાંસ, રૂપારેલ કાંસની કામગીરી પાછળ રૂ.50 કરોડ, સંગમ ચાર રસ્તાથી પૂર્વ ઝોનની ઓફિસ તથા નિઝામપુરા શુકલાનગરથી જીઆઈપીસીએલ સર્કલ થઈ વિશ્વામિત્રી નદી સુધી રૂ.17 કરોડના ખર્ચે વરસાદી ગટર થશે.

 રાજીવ નગર કલ્વર્ટથી સરદાર એસ્ટેટ સુધી રૂ.15 કરોડના ખર્ચે વરસાદી ગટર, બાપોદ હરીગંગા સોસાયટીથી કેવલનગર ચાર રસ્તા અને અડાણીયા પુલથી મંગલેશ્વર ઝાંપા સુધી રૂ.13.05 કરોડના ખર્ચે વરસાદી ચેનલનું કામ, કલાવતી હોસ્પિટલથી ઉમા ચાર રસ્તા સુધી રૂ.11 કરોડના ખર્ચે વરસાદી ચેનલ, ગુરૂકુળ ચાર રસ્તાથી નેશનલ હાઈવે અને વર્ષા સોસાયટીથી પ્રભુનગર થઈ વૃંદાવન ચાર રસ્તા સુધી નવી વરસાદી ચેનલ રૂ.10.05 કરોડના ખર્ચે વરસાદી ગટર, તેમજ રેઈન વોટર હાર્વેસ્ટિંગ પાછળ રૂ.20 કરોડનો ખર્ચ થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *