ભોગ બનનારે અદાલત સમક્ષ રડતા રડતા જૂબાની આપેલી “આને મારી જિંદગી બગાડી છે તેને સજા કરો
Upleta,તા.31
ઉપલેટા ગ્રામ્ય પંથકની સગીરાને પ્રેમ જાળમાં સાવી આશરે એક વર્ષ પહેલા પહેલા દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ધોરાજી ની કોર્ટમાં ચાલે જતા અદાલતે પીડીતાના કુટુંબીક કાકાને 20 વર્ષની સજા અને 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે અને સરકાર તરફથી રૂપિયા 7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ઉપલેટા તાલુકાની 16 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવે કુટુંબીક કાકા ખીરસરા ગામે રહેતો ભરત ઉર્ફે રાજચના ચાવડા નામના શખ્સ સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવે છે. પોલીસે ભરત ઉર્ફે રાજ ચાવડા નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પીડીતા રાત્રે ઘરે કોઈ ન હોવાથી પિતા અને તેની બહેન શોધવા માટે બહાર નીકળ્યા ત્યારે પીડિતા ઘરે આવતા પિતાએ પૂછેલું હતું કે શું બન્યું છે તો ભોગ બનનારે પોતાના ઉપર ભરત ઉર્ફે રાજ ચાવડાએ વિતાવેલી આપવી હતી જણાવી હતી અને પિતા કુટુંબીક ભાઈને ઠપકો આપવા માટે ગયા ત્યારે પાછળથી એસિડ પી લીધું હતું. બાદ તપાસ પૂર્ણ થતા ભરત ઉર્ફે રાજ ચાવડાને જેલ હવાલે કર્યો હતો અને તપાસ દ્વારા ધોરાજી અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે રજૂ કરેલા પી યુવા પ્રકાશ વિરુદ્ધ સ્ટેટ અને અન્ય ચુકાદાઓ તથા જર્નીલસિંગ વિરુદ્ધ સ્ટેટ ના ચુકાદાના પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાને લેતા સરકાર પક્ષ તરફથી ભોગ બનનાર ની જન્મ તારીખ નીશંક પણે પુરવાર થયેલી છે. તેવા સંજોગોમાં તેની કોઈ સહમતી માની શકાય નહીં સહમતી ની પુરા વાક્ય કિંમત પણ ગણી શકાય નહીં. ભોગ બનનારે અદાલત સમક્ષ જુબાની વખતે રડતા રડતા જૂબાની આપેલી “આને મારી જિંદગી બગાડી છે તેને સજા કરો” રજુ થયેલા પુરાવા ,ફોરેન્સિક સાયન્સના અહેવાલ ને ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જજ અલી હુસેન મોહી બુલ્લા શેખએ આરોપી ભરત ઉર્ફે રાજ ચના ચાવડાને ગુનેગાર ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ભરપાઈ કરવા હુકમ કરેલ અને ભોગ બનનારને રૂપિયા 7 લાખ વળતર ચૂકવવા સરકારને આદેશ કરેલ