પોલીસ દ્વારા ત્રણ માસમાં બે પાસા ની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ
Upleta,તા.10
રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે 100 કલાક માં કાર્યવાહીની ચાલતી ઝુંબેશ અંતર્ગત ઉપલેટા પોલીસે પૂર્વ નગર સેવક સામે દરખાસ્ત મુકતા જિલ્લા કલેકટર એ મંજૂર કરતા મોડી રાત્રે પૂર્વ નગર અને અનેકવાર જુગારનો અખાડો ચલાવતા પકડાયેલ રજાક ઉર્ફે બાવલો ઓસમાણભાઈ હિન્ગોરા ને ઝડપી લઈ સુરતની લાજપોર જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયો છે,
ઉપલેટા માં અવારનવાર જુગાર નોકારો ચલાવતા પકડાયેલ પૂર્વ નગર સેવક રજાક ઉર્ફે બાવલો ઓસમાણભાઈ હિગોરા”૫૪”સામે ઉપલેટા પીઆઇ બી.આર.પટેલ એ બાવલો સામે પાસાની દરખાસ્ત મુકતા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવુ જોશી એ દરખાસ્ત મંજૂર કરતા સુરતની લાજપોર જેલમાં બાવલાને ધકેલી દેવા હુકમ આપ્યો હતો
બાવલાની સામે પાસા ની બજવણી કરવા એલસીબી પી.આઈ વીવી ઓડેદરા, પીએસઆઇ એચ વી ગોહેલ ની ટીમે ઉપલેટા થી રજાક હિંગોરા ને ઝડપી લે અટકાયત કરી ઉપલેટા પોલીસ સ્ટેશન ની જાપ્તા ટીમ સાથે સુરત લાજપોર જેલ ખાતે ધકેલી દેવાયો હતો ઉપલેટા પોલીસે ત્રણ મહિનામાં બીજી ભાષાની કામગીરી કરતા ગુનેગારો મા ફફડાટ ફેલાયો છે