Upleta ની સરકારી હોસ્પીટલ ખાતે મેગા મેડીકલ તથા સર્જીકલ કેમ્પનું આયોજન

Share:

Upleta તા.૨૪

 ઉપલેટાના આહિર સમાજના મોભી અને આહિર રત્ન મુળ ઉપલેટા અને અમેરિકા સ્થિત સ્વ. ઉકાભાઈ સોલંકી પરીવારની પ્રેરણા અને સ્ત્રોતથી છેલ્લા રર વષૅથી અવિરત દર વર્ષે ઉપલેટાની સરકારી હોસ્પીટલ ખાતે મેગા મેડીકલ અને સર્જીકલ કેમ્પ દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકોની સુખાકારી અને સારવાર પાછળ પોતાનો પરીવાર યોગદાન આપી ઉપલેટા શહેરનું રૂણ ચુકવી રહયો છે જેમાં અમેરીકા સ્થિત તેમના પરીવારમાં તેમના દિકરા-દિકરીઓ સહિત બીગસેવર ફુડ પરીવાર તેમજ ડો. મનુભાઈ પાડલીયા, ડો. જીતેન્દ્રભાઈ પાડલીયા અને ડો. ભરતભાઈ પાડલીયાના પણ પરીવારનો સાથે સહયોગ અને સૌજન્ય બનતા રહયા છે.

આ કેમ્પ અંગે માહિતી આપતા ચીફ કો-ઓર્ડીનેટર ડો. પીયુષભાઈ ટોલીયા તથા ઉપલેટા ડોકટર્સ એશોસીએશનના જણાવ્યા અનુસાર તા. ૨૬-૧૨-૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ સવાર ૯ વાગ્યાથી આ કેમ્પની શરૂઆત કરવામાં આવશે જેમાં આ કેમ્પના પહેલા દિવસે એટલે કે તા. ૨૬ ના રોજ પ્રાથમીક તપાસ અને દર્દીઓના કેસ પેપર કાઢી આપવામાં આવશે અને ત્યાર બાદ આપેલ તારીખ મુજબ તેમની યોગ્ય સારવાર અને માર્ગદર્શન ત્યાં ઉપસ્થિત દેશ-વિદેશમાંથી આવનાર ડોકટરો દ્રારા જણાવવામાં આવશે.

આ કેમ્પ અંગેની જાણકારી બાદ નગરજનોમાં થતાં વિવિધ રોગો અને તેમના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અંગેની માહિતી મુજબ તા. ૨૬ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી દરમિયાન અગ્નિકર્મ સારવાર અને આયુર્વેદ નિદાન કેમ્પ, તા. ૨૬ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી સુધી એનેસ્થેસીયા જાણકારી અને સ્પેશ્યાલીસ્ટ ડોકટરો, તા. ૬ અને ૭ જાન્યુઆરી દરમ્યાન કેન્સર કેર યુનીટમાં જાણકારી અને યોગ્ય માર્ગદર્શન માટે નિષ્ણાંત ડોકટરોની વ્યવસ્થા, તા. ૨૭ થી ૨૯ ડિસેમ્બર સુધી કાર્ડીયોલોજી અને ૨-ડી ઈકો મશીન દ્રારા હદયરોગ માટેના સ્ટેશ્યાલીસ્ટ ડોકટરો, તા. ૨૭ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી ડેન્ટલ સર્જરી દાંત અને પેઢાના રોગ માટેના નિષ્ણાંતો ડેન્ટલ વાન સાથે ઉપસ્થિત રહેશે જે જામજોધપુર, કુતિયાણા, માણાવદર, સીદસર, બીલીયાળા અને ધોરાજી સહિતના ગામડાઓમાં પોતાની સેવા પ્રદાન કરશે.

તા. ૨૭ થી ૨૯ ડીસેમ્બરના રોજ કાન, નાક અને ગળાના રોગોની સારવાર તા. ૨૬ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી ફેમીલી ફીઝીશ્યન નોર્મલ ઈલાજ માટેના ડોકટરો, તા. ૨૯ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમ્યાન જનરલ ફીઝીશ્યન(સર્જન વાઢ, કાપ) ના ડોકટરો પોતાની સેવા પ્રદાન કરશે. ત્યાર બાદ તા. ૨૬ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી સુધી જનરલ સર્જરી લેપ્રોસ્કોપીક સર્જરી(વાઢ,કાપ તથા લેસર ટ્રીટમેન્ટ) તા. ૬ અને ૭ જાન્યુઆરી ગેસ્ટ્રોલોજી(પેટ, આંતરડા, લિવરના) ના ડોકટરો સેવા આપશે, તા. ૨૬ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ) નિષ્ણાંત ડોકટરો, તા. ૨૮ થી ૩૦ ડીસેમ્બરના રોજ હોમીયોપેથી (દેશી ઘરગથ્થુ તથા આયુર્વેદિક ઉપચાર) ની જાણકારી, તા. ૨૬ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી (બાળકોના સ્પેશ્યાલીસ્ટ) તા. ૩ થી ૫ જાન્યુઆરી દરમ્યાન (બાળકોના ઓપરેશન અંગેની જાણકારી સારવાર), તા. ૩ થી ૫ જાન્યુઆરી પ્લાસ્ટીકસ સર્જરી અને દાઝયા પછીની સારવાર બાદની માહિતી અને ઈલાજ, તા. ૫ થી ૭ જાન્યુઆરી પ્રોકટોલોજી (હરસ, મસા, ભગંદરની સારવાર), તા. ૨૭ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમ્યાન સોનોગ્રાફી અન્ય, તા. ૪ થી ૫ જાન્યુઆરી દરમ્યાન યુરો સર્જન દ્રારા કીડની, પ્રોસ્ટેટ, પેશાબના રોગ અંગે માહિતી અને સારવાર, તા.૨૬ ડિસેમ્બરથી ૭ ડિસેમ્બર સુધી તમામ પ્રકારની લેબોરેટરી, એકસ-રે, તેમજ યોગ અંગે માહિતી ઉપસ્થિત રહેલ તમામ દર્દીઓને પુરી પાડવામાં આવશે.

આ કેમ્પમાં જરૂરીયાત દદર્દીઓ માટે વિનામુલ્યે દવાની સેવા સ્વ. રવજીભાઈ પરબતભાઈ ઘેટીયા પરીવાર, મહેન્દ્રભાઈ છોટાલાલ શેઠ, રમેશભાઈ કરશનભાઈ પાનેરા પરીવાર તરફથી પુરી પાડવામાં આવશે તેમજ અન્ય ત્યાં દાખલ થયેલ દર્દીઓ અને આસપાસના વિસ્તારમાંથી આવતા તમામ દર્દીઓ અને પરીવારોને જેરામભાઈ જ્વેલર્સ-ઉપલેટા હ. ગુણવંતભાઈ જે. રાણીંગા તફરીથી ટીફીન સેવા(ભોજન વ્યવસ્થા) પુરી પાડવામાં આવશે, ઉપલેટા-ધોરાજી શહેર તથા તાલુકાની જનતા તેમજ આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા દરેક દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા જાહેર જાણ કરવામાં આવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *