સ્થાનિક શખ્સે મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી
Upleta,તા.08
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે 10 માસ પૂર્વે પરણીતાને તેના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી ગામના શખ્સ દુષ્કર્મ આચાર્ય અંગેની 10 માસ બાદ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામે છે. પોલીસે નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા દરોડા પાડવામાં આવ્યા છે.વધુ વિગત મુજબ ઉપલેટા નજીક આવેલા ભાયાવદર ગામે રહેતી પરણીતા ને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચાર્ય અંગેની ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરણીતા ગામના શખ્સે પરણીતાને પ્રેમ જાળમાં ફસાવી બાદ વર્ષ 2024 માર્ચ માસમાં સંતાનને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવ્યા અંગેનું જણાવ્યું છે પોલીસે પરણીતાની ફરિયાદ પરથી હવસખોર સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પી.આઈ સહિતના સ્ટાફ દ્વારા હવસખોરને ઝડપી લેવા દોડધામ આદરી છે