સાઉદીના વોક્સ થિયેટરે માત્ર ૩૦ રિયાલ (એટલે કે ૭૦૦ રૂપિયા) માં અનલિમિટેડ પોપકોર્નની ઓફર શરૂ કરી છે
Saudi Arabia, તા.૨૬
સિનેમા હોલમાં મૂવી ટિકિટ સાથે પોપકોર્ન ખરીદવું મોંઘુ પડી શકે છે પણ જો થિયેટર ‘અનલિમિટેડ પોપકોર્ન’ ઓફર કરે તો? સાઉદી અરેબિયાના એક સિનેમા હોલમાં આવી જ ઓફર કરવામાં આવી હતી પરંતુ તે પછી ત્યાં જે કંઈ થયું તે હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. આ ઓફર સાંભળીને લોકો એટલા ઉત્સાહિત થઈ ગયા કે તેઓ ડ્રમ અને મોટા તપેલા લઈને થિયેટરમાં પહોંચી ગયા અને થોડી જ વારમાં નજીવી કિંમતે પોપકોર્ન ખરીદવા માટે લાંબી લાઇન લાગી ગઈ.સાઉદીના વોક્સ થિયેટરે માત્ર ૩૦ રિયાલ (એટલે કે ૭૦૦ રૂપિયા) માં અનલિમિટેડ પોપકોર્નની ઓફર શરૂ કરી છે પરંતુ મેનેજમેન્ટને ખબર નહોતી કે પરિણામ શું આવશે. વાયરલ થયેલા વીડિયોમાં, લોકો પોપકોર્ન લેવા માટે થિયેટરની અંદર દોડી રહ્યા છે. કેટલાક એટલા હોશિયાર નીકળ્યા કે તેઓ મોટા ડ્રમ સાથે સીધા ત્યાં આવ્યા. જોકે, એટલા વિશાળ કન્ટેનર હોવા છતાં થિયેટર સ્ટાફે તેમને નિરાશ ન કર્યા અને આખા ડ્રમને પોપકોર્નથી ભરી દીધું.વાયરલ થઈ રહેલા વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કેટલાક લોકો સસ્તામાં મળતા પોપકોર્ન ભરવા માટે કુકર અને વાસણો લઈને લાઇનમાં ઉભા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ સનસનાટી મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ લોકોએ તેને લાઈક કર્યો છે. તે જ સમયે, કેટલાય રમુજી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે મજાક ઉડાવતા કહ્યું કે, આ પહેલી અને છેલ્લી ઓફર હશે. બીજા એક યુઝરે ટિપ્પણી કરી, જો સાઉદીની આ હાલત છે, તો ભારતમાં શું થશે.