Jamnagar,તા.29
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલના સોયલ નજીક એક વિચિત્ર અકસ્માત બન્યો હતો. એક કારના ચાલકે અજાણ્યા યુવાનને ઠોકર મારીને ઇજાગ્રસ્ત બનાવ્યો હતો. જે ઇજાગ્રસ્ત યુવાનને ઊંચકીને સારવાર માટે લઈ જઈ રહેલા બે યુવાનોને અન્ય કારના ચાલકે ઠોકરે ચડાવતાં બંને ઈજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત ગંભીર સ્વરૂપે ઘાયલ થયેલા અજ્ઞાત યુવાન પર કારનું વ્હીલ ફાટી વળતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે.
જે અજ્ઞાત યુવાન ઘાયલ થઈને બેશુદ્ધ અવસ્થામાં માર્ગ પર પડ્યો હતો. દરમિયાન ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા હસમુખભાઈ જેન્તીભાઈ કગથરા નામના ખેડૂતે અન્ય યુવાનની મદદ લઈને ઇજાગ્રસ્ત યુવાનને માર્ગ ઉપરથી ઊંચકીને સારવાર માટે સાઈડમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન પાછળથી જી.જે. 10 એ.પી. 8365 નંબરની અન્ય એક કાર આવી જતાં હસમુખ ભાઈ અને તેની સાથે રહેલા અન્ય એક યુવાનને ઇજા થઈ હતી, જેથી બંનેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઇજાગ્રસ્ત યુવાન કે જે ફરી માર્ગ ઉપર પટાકાયો હતો.
દરમિયાન પાછળથી આવી રહેળી કારમાં ચાલકે ફરીથી ઈજાગ્રસ્ત બનેલા બે શુદ્ધ યુવાનને કચેડી નાખતાં તેના ઉપરથી કારનું વહીલ ફરી વળાવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાન હસમુખભાઈ પટેલે બંને જુદી જુદી કારના ચાલકો સામે અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજાવવા અંગે તેમજ પોતાને ઇજાગ્રસ્ત બનાવવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ગામના પાટીયા પાસે ગઈકાલે સવારે 10.00 વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેતી જી.જે. 10 એ.પી. 5168 નંબરની કારના ચાલકે એક અજાણ્યા યુવાનને હડફેટમાં લઈ ભાગી છૂટ્યો હતો.