એસઓજી અને સ્થાનિક પોલીસે સંયુક્ત દરોડો પાડી સિન્થેટિક ડ્રગ્સ નો જથ્થો કબજે કર્યો
Una,તા.06
ઉના શહેરના ગીર ગઢડા બાયપાસ રોડ પર આવેલા ઓવરબ્રિજ નીચે સિન્થેટિક ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઇ ડ્રગ્સ
અને મોબાઈલ મળી રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી અને વેચાણને કડક હાથે ડામી દેવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા આપેલી સૂચનાને પગલે ગીર સોમનાથ એસઓજી પીઆઇ એમ બી ચૌહાણ અને ઉના પોલીસ મથકના એમ એન રાણા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે ઉનાના ઉપલા રહીમ નગર મા રેહતો સોહીલશા ભીખુશા જલાલી અને સોહિલ ઉર્ફે સાહિલ હારુન વલીયાણી નામના શખ્સ ડ્રગ્સ ની હેરાફેરી કરવા માટે શંકાસ્પદ હાલતમાં ઉભા હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ એન એ વાઘેલા, એએસઆઈ ઇબ્રાહીમ બાવા અને દેવદાનભાઈ સહિતના સ્ટાફે વોચ ગોઠવી ત્યારે સોહીલ શા જલાલી અને સોહિલ ઉર્ફે સાહિલ હોલીયાણી નામના શખ્સ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા બંનેને રંગ્યા હાથે અટકાયત કરી તલાસી લેતા તેના કબજા માંથી સવા લાખની કિંમતનો સિન્થેટિક ડ્રગ્સ મળી આવતા બંને શખ્સોની ધરપકડ કરી મોબાઇલ અને ડ્રગ્સ મળી રૂપિયા 1.29 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે ઝડપાયેલા બંને સક્ષો આ વૃક્ષનો જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને ડીલેવરી આપવાની હતી તેની વિશેષ તપાસ માટે રીમાનડ મેળવવા તજવીજ હાથ ધરી છે