Una, તા.19
દેશની રક્ષા કાજે સેવાઓમાં જોડાવવા યુવાનો ઉત્સાહ ભેર ટ્રેનિંગ પૂર્વ કરી રહ્યા છે જેમાં સૌથી વધું ઉના તાલુકાના સનખડા ગામેથી ભાઈઓ સાથે બહેનો પણ સૈનિક દળ માં જવાં ઉત્કર્ષ હોવાનું જોવાં મળી રહ્યું છે. તાજેતરમાં લેવાયેલ SSC -GD દ્વારા અપાયેલી પેરા મિલેટરી ફોર્સ અર્ધસૈનિક દળમાં 2બહેનો તેમજ 4 યુવાનો ની પસંદગી થયેલ છે જેમાં એકજ પરીવાર નાં સગાં ભાઈ બહેન પણ જોડાયા રહ્યા હોય તેનો આનંદ સમગ્ર ગ્રામજનો માં જોવાં મળી રહ્યો છે.
સનખડા ગામનાં વિરભદ્રસિંહ લખુભા ગોહિલ (CISF ) ચીરાગસિંહ લખનસિંહ સોલંકી (CISF ) ભાવેશભાઇ સરમણભાઈ રબારી (CISF ) રાજેશ નાનજીભાઈ ગોહિલ (ITBP ) કાજલબેન સરમણભાઇ રબારી (ITBP ) શહેનાઝ ઈબ્રાહિમભાઇ મન્સુરી (CISF ) ની પસંદગી થતાં ટુંક સમયમાં માં ભોમની રક્ષા કાજે સેવામાં જોડાશે અને દેશનાં સિમાડાની સુરક્ષા કરશે એકજ ગા નાં એકી સાથે પાંચ બહેન ભાઈ અર્ધ સૈનિક દળમાં જવાની તૈયારી કરતાં સમગ્ર સમાજ ગ્રામજનો માં ઉત્સાહ ની લાગણી ફેલાઇ છે.