Morbi,તા.08
ત્રાજપર વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો જપ્ત કરી બે ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
પેરોલ ફર્લો સ્કવોડ મોરબીની ટીમે બાતમીને આધારે ત્રાજપર ખારીમાં રહેતા આરોપી નરેશ કોળીના મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનના ફળિયામાંથી દેશી દારૂ ૧૧૭ લીટર કીમત રૂ ૨૩,૪૦૦ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો કબજે લઈને આરોપી નરેશ પરષોતમ કોળી અને સુરેશ અમરશી સારલા એમ બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે