Jeddah-Ahmedabad ફલાઈટમાં ‘બોમ્બ’ની ચિઠ્ઠી મુકનાર બે શંકાસ્પદ ચહેરા ઓળખાયા

Share:

Ahmedabad,તા,04

જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડીગોની આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં ‘બોમ્બ’ છે તેવી ધમકી સાથેની જે ચીઠ્ઠી મળી હતી તેમાં બે શંકાસ્પદોની ઓળખ પ્રસ્થાપીત થઈ છે અને હવે તેમના ડીએનએ અમદાવાદ ફોરેન્સીક લેબને ચકાસણી માટે મોકલાયા છે જે મેચ થયા બાદ આ પ્રકરણમાં ધરપકડ થયે હાલ આ બન્ને શકમંદોને ‘વોચ’ હેઠળ રાખવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસે આ પ્રકારની બોમ્બની ધમકીની ચીઠ્ઠીનું રહસ્ય શોધવાનો પડકાર ઉપાડી લીધો હતો. આ ફલાઈટ અમદાવાદ લેન્ડ થયા બાદ તેમાં સફાઈ કામદારને એક સીટ પરથી ટોઈલેટ પેપરમાં અહી બોમ્બ છે તેવું લખાયેલી ચીઠ્ઠી મળી હતી જે તુર્તજ એરપોર્ટ સિકયોરીટીને સુપ્રત થઈ હતી જેના આધારે તુર્તજ વિમાનમાં આવેલા તમામ મુસાફરોના ટોઈલેટ પેપર જેવા જ કાગળમાં હસ્તાક્ષર લેવાયા હતા.

લગભગ 260 મુસાફરોના આ પ્રકારે હેન્ડ રાઈટીંગ અને તેમની ઓળખ નિશ્ચિત થઈ હતી તથા તે ચકાસણી માટે એફએસએલમાં મોકલાઈ હતી જેમાં બે હેન્ડરાઈટીંગ મેચ થતા જ પોલીસે આ બન્ને શંકાસ્પદના ડીએનએ સેમ્પલ લીધા છે અને ચીઠ્ઠીમાંથી ડીએનએ મેળવી તેની સાથે મેચ કરાશે.

પોલીસ આ કેસને મજબૂત બનાવવા તમામ વૈજ્ઞાનિક પુરાવા મેળવી રહી છે અને તેના આધારે ફકત ટીખળ કરવા જ આ ચીઠ્ઠી મુકાઈ કે પછી જે રીતે હાલ અવારનવાર વિમાનમાં અને વિમાની મથકે બોમ્બની ધમકી મળે છે તે કોઈ નેટવર્ક કે ષડયંત્ર છે તે પણ ચકાસશે.

આ પ્રકારની ધમકીથી એરલાઈનનું શેડયુલ ખોરવાય છે. કરોડોનું નુકસાન જાય છે અને સલામતીના નવા પગલાથી મુસાફરોની સગવડતા પણ વધે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *