Morbi,તા.06
લીલાપર ચોકડીએ આવેલ જમીનમાં આરોપીએ દબાણ કરેલ હોવાથી આધેડ જમીન જોવા જતા સારું નહિ લાગતા બે ઇસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ઉમિયા ચોક રવાપર રોડ પર રહેતા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાએ આરોપી દિવ્યેશ કાંતિલાલ સોરીયા રહે મોરબી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ધર્મેન્દ્રભાઈની જમીન આરોપી દિવ્યેશ સોરીયાના કારખાના પાસે આવેલ છે જે બાબતે બે વર્ષથી દાવો ચાલુ છે છતાં આરોપી જમીનમાં દબાણ કરતો હોવાથી ફરિયાદી પોતાની જમીનની સ્થિતિ જોવા ગયા હતા જે સારું નહિ લાગતા લીલાપર ચોકડીએ આરોપી દિવ્યેશ અને અજાણ્યા ઇસમેં આવી ધારિયાનો ઊંઘો ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળો આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે