Morbi,તા.07
સિરામિક સીટી નજીકથી હાઈવે પર રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રીક્ષા અને દારૂ સહીત ૭૬,૫૩૨ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સિરામિક સીટી પાસે નેશનલ હાઈવે પરથી સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૬૧૮૩ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે રીક્ષા અને ઈંગ્લીશ દારૂનો જથ્થો સહીત કુલ રૂ ૭૬,૫૩૨ નો મુદામાલ કબજે લઈને આરોપી સદામ હબીબ મોવર અને સંજય હિમત ખંભાણી રહે બંને શોભેશ્વર રોડ મોરબી વાળાને ઝડપી લીધા છે અન્ય આરોપી ગણેશ ઉધરેજીયા રહે થાન વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે