Junagadh તા.29
માળીયાહાટીનાનાં કુકસવાડા ગામના ખુલ્લા કુવામાં બે સિંહ બાળ પડી જવાના કારણે મોત નોંધાયા હતા. કુકસવાડા જવાના ડામરના રસ્તાની બાજુમાં આવેલ ખેતરના ખુલ્લા કુવામાં બે સિંહબાળ બાળકના પાણીમાં ડુબી જવાના કારણે મોત નોંધાયું હતું. વન વિભાગે બન્ને બાળને બહાર કાઢી પીએમ સહિતની પ્રક્રિયા હાથ ધરી છે.
માળીયા પંથકમાં થોડા સમય પહેલા એકી સાથે ત્રણ સિંહના વીજ કરંટથી મોતની ઘટના ઘટવા પામી હતી. ચોરવાડના કુકસવાડાની સીમમાં ખુલ્લા કુવામાં પાણીમાં પડતા બે સિંહ બાળ ઉ.ચારથી પાંચ માસ વાળાના મોત નોંધાયા હતા.
ગત તા.9/3ના બન્ને કુવામાં પડી ગયાનું ડીસીએફ પ્રશાંત તોમરે જણાવ્યું હતું. જેની ખેડુત દ્વારા જાહેરાત કરતા વન વિભાગે મૃતદેહો બહાર કાઢી પીએમ માટે મોકલી દીધા હતા.
ગત વર્ષ 2024માં સૌથી વધુ સિંહના મોત થયાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો દ્વારા સિંહના મોતનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે વન મંત્રીએ દાવો કર્યો હતો કે સિંહ શિકારની ઘટના સદંતર બંધ થઈ ગઈ છે. પરંતુ સિંહોના કમોતનો મામલો બંધ થવાનું નામ નથી લેતો. વીજ કરંટ, ખુલ્લા કુવામાં પડી જવાના કારણે સિંહો મરી રહ્યા છે.
દર વખતનીની ફરીવાર દાવો કરવામાં આવ્યો છે કે રેડીયો કોલર, એમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ કરવામાં આવી છે છતાં સિંહ ટપોટપ મરી રહ્યા છે. કમોતનો શીલશીલો ચાલુ જ છે આવી ઘટના સામે આવતા વન વિભાગને ખુલાસો કરવાની ફરજ પડી છે.