Morbi,તા.26
નગરપપાલિકા ચુંટણી સમયે ફટાકડા ફોડવા બાબતનો ખાર રાખી બે ભાઈઓએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર દીવાનપરામાં રહેતા કેવલ રાજેશભાઈ સુરેલા નામના યુવાને આરોપીઓ અમિત જયસુખભાઈ સેજપાલ અને વિશાલ જયસુખભાઈ સેજપાલ રહે જડેશ્વર રોડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૪ ના રોજ રાત્રીના બારેક વાગ્યે ફરિયાદી કેવલ અને તેનો મિત્ર રાહુલ બંને બાઈક લઈને માર્કેટ ચોકમાં સોડા પીવા ગયા હતા અને માર્કેટ ચોકમાં જલારામ ગોલાની દુકાન પાસે પહોંચ્યા ત્યારે ગોલાની દુકાન બહાર અમિત સેજપાલ અને તેનો ભાઈ વિશાલ સેજપાલ બંને બેઠા હતા જેને યુવાન સામે કતરાઈને જોયું અને ગાળો બોલવા લાગ્યા હતા જેથી બાઈક ઉભું રાખી ગાળો કેમ બોલો છો કહેતા વિશાલ આવેશમાં આવી દુકાનમાંથી લોખંડ પાઈપ લઈને આવી એક ઘા મારી ઈજા પહોંચાડી હતી અને અમિત ઢીકા પાટું મારવા લાગ્યો હતો
અમિતે કહ્યું ગત નગરપાલિકા ચુંટણીમાં માર્કેટ ચોકમાં નીકળેલ વિજય સરઘસમાં ઉત્સાહમાં આવી જીતની ઉજવણી દરમિયાન ફટાકડા કેમ ફોડ્યા હવે આવી ખોટી હોશિયારી કરવી નહિ નહીતર જોવા જેવી થશે કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખસેડાયો છે વાંકાનેર સીટી પોલીસે આરોપી બંધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે