શરાબની ૩૯૨ બોટલ અને કાર મળી રૂ, ૫.૪૭ લાખનો મુદ્દામાલ કબજે: ચાર શખ્સોની શોધખોળ
Jasdan,તા.10
જસદણ – વિંછીયા રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ પાસે કારમાંથી વિદેશી દારૂની ૩૯૨ બોટલ સાથે બે બુટલેગરને ઝડપી લીધા છે. પોલીસે રૂ. ૫.૪૭
લાખના મુદ્દામાલ કબજે કર્યો છે. ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બુટલેગરો સક્રિય બની જિલ્લામાં દારૂની રેલમ છેલ કરે તે પૂર્વે જસદણ પોલીસની ટીમ રાત્રી દરમિયાન જસદણ- વિછીયા રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે જી જે ૧૯ એ એમ ૫૩૫૧ નંબરની કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી કારની તલાસી લેતા વિદેશી દારૂની ૩૯૨ બોટલ મળી આવતા કાર અને શરાબનો જથ્થો મળી રૂ.૫.૪૭ લાખના મુદ્દામાલ સાથે ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના ધર્મેન્દ્ર ઉર્ફે ધમભાઈ વલકુભાઈ ખાચર અને અક્ષય અનુભાઈ મીઠાપરા નામના બુટલેગરોને જસદણ પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેઓએ ખારચિયાના પ્રતાપ વસ્તુભાઈએ ખાચર અને મોટામાત્રાના વિજયભાઈ ખાચર પાસેથી વિદેશી દારૂ મંગાવ્યો હતો. તેમજ તેમની સાથે મોટાદડવાના આશિષ વાળા અને ગોંડલનો ધીરુ ગરાસીયા સંડોવાયા હોવાની કબુલાત આપી છે. આ કામગીરી જસદણ પીઆઇ ટી બી જાની, એએસઆઈ જયંતીભાઈ મજેઠીયા, હેડ કોન્સ્ટેબલ અરૂણભાઇ ખટાણા સહિતના સ્ટાફે કરી હતી.