Turkish,તા.૨૧
ઉત્તરપશ્ચિમ તુર્કીમાં એક સ્કી રિસોર્ટ હોટેલમાં આગ લાગવાથી ૧૦ લોકોના મોત થયા છે અને ૩૨ લોકો ઘાયલ થયા છે. સરકારી સમાચાર એજન્સીએ આ અંગે માહિતી આપી છે. અનાદોલુ એજન્સીના જણાવ્યા અનુસાર, બોલુ પ્રાંતના કાર્તલકાયા રિસોર્ટ હોટલના રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેના કારણે ગભરાટ ફેલાયો હતો.
ગવર્નર અબ્દુલઅઝીઝ આયદિને અનાડોલુને જણાવ્યું હતું કે, “ગભરાટમાં ઇમારત પરથી કૂદકા મારવાથી બે પીડિતોના મોત થયા હતા.” આયદિને જણાવ્યું હતું કે હોટલમાં લગભગ ૨૩૪ મહેમાનો રોકાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.