New Delhi,તા.03
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના 180 દેશો પર ઝીકેલા ટેરીફનો અમલ એપ્રિલ માસના તા.9ના મધરાત એટલે કે તા.10થી શરૂ થશે અને હવે આ ટેરીફ ઈફેકટ અંગે ભારત સરકારની દેશના વ્યાપાર ઉદ્યોગ પ્રતિનિધિઓમાં ચર્ચા શરૂ થઈ છે.ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર એ અનેક ક્ષેત્ર સુધી ફેલાયેલા છે. તેથી દરેક ક્ષેત્રને તેની થોડી વધુ અસર થશે. પરંતુ પ્રાથમીક રીતે એ પણ મહત્વનું છે કે જો ભારત સહિતના દેશો અમેરિકાના ઉત્પાદનો પર ઉંચા ટેરીફ ઘટાડશે તો તેને પણ આ પ્રકારે ટેરીફમાં રાહત અપાશે.
ભારત અને અમેરિકાની વ્યાપાર ખાધ ભારતની તરફેણમાં 46 બિલિયન ડોલરની રહી છે. ટ્રમ્પ તેને સમતોલ બનાવવા માંગે છે. ભારતે અગાઉ જ ટેરીફ ઘટાડીને 23 બીલીયન ડોલરના વ્યાપારને સંતુલીત ટેરીફ હેઠળ લાવ્યા છે.ભારતને ઓટો, ફાર્માસ્યુટીકલ અને આઈટીમાં સૌથી વધુ અસર થવાની શકયતા છે. ઓટોમાં 26% ટેરીફ એ મોટી અસર કરશે. ટ્રમ્પે અગાઉ જ અમેરિકામાં આયાત થતા ઓટોમોબાઈલ અને તેના પાર્ટસ પર 25% ટેરીફ તા.2 એપ્રિલથી લાદવાની જાહેરાત કરી છે.જેમાં કાર હળવા વાહનોનો સમાવેશ થાય છે. ભારતમાં ટાટા મોટર્સના વિદેશમાં રહેલા જેગુઆર લેન્ડ રોવરના પ્લોટને તેનાથી મોટી અસર થશે. ફાર્મા પર ટેરીફની સ્પષ્ટતા આવશે તો આઈટી ક્ષેત્ર જે અમેરિકામાં સૌથી વધુ નિકાસ કરી છે તેને અસર થશે.સ્ટેટ બેન્ક રીસર્ચના જણાવ્યા મુજબ ટ્રમ્પના આ ટેરીફથી ભારતમાં મર્યાદીત અસર થશે અને તેને ગોલ્ડમેન સ્નેચ, નોમુરા સહિતની રીસર્ચ એજન્સીઓએ પણ સમર્થન આપ્યુ હતું. ભારત અમેરિકામાં ભારતની નિકાસ જીડીપીની દ્રષ્ટિએ ફકત 2.2% જ છે. જયારે વિયેતનામ જેવા દેશો પર તેની જીડીપીના 25.1% અસર થશે.